યુધ્ધ વચ્ચે પહેલીવાર ટ્રમ્પ-મોદૃી વચ્ચે વાતચીત
મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી વચ્ચે ફોનમાં વાતચીત થઈ છે. જેમાં ખાસ કરીને ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને ખુલ્લુ રાખવાના મહત્વ પર ભારતે ભાર મૂક્યો છે. મહત્વનું છે કે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ શરૂ થયેલા અમેરિકા અને ઈરાન યુદ્ધ વચ્ચે પ્રથમ વખત ઁસ્ મોદૃી અને ટ્રમ્પ વચ્ચે ફોનમાં વાતચીત થઈ છે.
અમેરિકાના ભારતમાં સ્થિત રાજદૃૂત સર્જિયો ગૌર દ્વારા સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતાં કહૃાું કે ’રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં જ વડાપ્રધાન મોદૃી સાથે વાત કરી. તેઓએ મધ્ય પૂર્વની વર્તમાન પરિસ્થિતિ વિશે ચર્ચા કરી, જેમાં ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને ખુલ્લું રાખવાના મહત્વનો પણ સમાવેશ થાય છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું છે કે, તેમને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો હતો, જેમાં બંને નેતાઓ વચ્ચે પશ્ર્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અંગે ઉપયોગી ચર્ચાઓ થઈ હતી. પીએમ મોદૃીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આ વિસ્તારમાં તણાવ ઘટાડવા અને વહેલી તકે શાંતિની પુન:સ્થાપનાનું સમર્થન કરે છે. ખાસ કરીને વૈશ્ર્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (જીંટ્ઠિૈં કર્ ર્ૐદ્બિેડ) ને સુરક્ષિત અને ખુલ્લું રાખવા બાબતે બંને દૃેશો સહમત થયા છે. વિશ્ર્વમાં સ્થિરતા જાળવવા અને શાંતિ પ્રયાસો માટે ભારત અને અમેરિકા સતત સંપર્કમાં રહેશે તેવી ખાતરી પણ આ વાતચીત દૃરમિયાન બંને નેતાઓએ એકબીજાને આપી હતી.
ઉલ્લેખનીય છે કે આજે ૨૪ માર્ચના રોજ પીએમ મોદૃીએ રાજ્યસભામાં સંબોધન કરતાં કહૃાું હતું કે, યુદ્ધની શરૂઆત બાદૃ મેં પશ્ર્ચિમ એશિયાના દૃેશોના વડા સાથે બે વખત વાતચીત કરી છે. અમે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા સાથે પણ સતત સંપર્કમાં છીએ. અમે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે પણ વાતચીત કરી છે. કોમર્શિયલ જહાજો પર હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટમાં અડચણ અસ્વીકાર્ય છે. ભારતે નાગરિકો તથા સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો વિરોધ કર્યો છે. ભારત ડિપ્લોમેસીના માધ્યમથી યુદ્ધના આ માહોલમાં જહાજોની અવરજવર માટે સતત પ્રયાસ કરી રહૃાું છે.
ઁસ્ મોદૃીએ કહૃાું છે કે, પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને ત્રણ સપ્તાહનો સમય થઈ ગયો છે. જેના કારણે વિશ્ર્વમાં ગંભીર ઊર્જા સંકટ ઊભું થયું છે. જેની અસર ભારત પર પણ પડી રહી છે. આ યુદ્ધના કારણે ભારતના વેપારના રસ્તા પ્રભાવિત થઈ રહૃાા છે. ગલ્ફ દૃેશોમાં એક કરોડથી વધુ ભારતીયો વસે છે, તેથી તેમની સુરક્ષા પણ ભારત માટે િંચતાનો વિષય છે. મેં પશ્ર્ચિમ એશિયાના મોટા ભાગના દૃેશોના વડાઓ સાથે બે વખત વાતચીત કરી છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રભાવિત પરિવારોને મદૃદૃ આપવામાં આવી રહી છે. ત્યાંનાં તમામ દૃેશોએ ભારતીયોની સુરક્ષાનું આશ્ર્વાસન આપ્યું છે. જોકે કેટલાક ભારતીયોનું દૃુ:ખદૃ નિધન થયું છે, તેમની મદૃદૃ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહૃાા છે.
