આઇપીએલ-૨૦૨૬ પહેલા રાજસ્થાન રોયલ્સ રૂા.૧૫,૦૦૦ કરોડમાં અને રોયલ ચેલેન્જર બેંગ્લુરુ રૂા.૧૬,૬૦૦ કરોડમાં વેચાઈ

અત્યાર સુધીની સૌથી મોટી ડીલ, ભારતીય મૂળના અમેરિકી બિઝનેસમેને ખરીદૃી:આરસીબીને આદિૃત્ય બિરલા ગ્રુપે ખરીદૃી

રાજસ્થાન રોયલ્સ ૧.૬૩ બિલિયન ડોલર એટલે કે લગભગ ૧૫,૨૮૯ કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી સાથે વેચાઈ ગઈ છે. આ સાથે રાજસ્થાન આઇપીએલની સૌથી મોંઘી ટીમ બની ગઈ છે.
આઇપીએલની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઈઝી પૈકીની એક રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ હવે નવા માલિકો હસ્તક જશે. આદિૃત્ય બિરલા ગ્રુપ, ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ, બોલ્ટ વેન્ચર્સ અને બ્લેકસ્ટોન વચ્ચે આ ફ્રેન્ચાઈઝીની મેન્સ અને વિમેન્સ બંને ટીમોના ૧૦૦% હિસ્સાના અધિગ્રહણ માટે કરાર થયા છે. આ સોદૃો અંદૃાજે ઇં૧.૭૮ બિલિયન એટલે કે આશરે રૂા.૧૬,૬૦૦ કરોડમાં થયો છે.
ભારતીય મૂળના અમેરિકી બિઝનેસમેન કાલ સોમાણી અને તેમના કન્સોર્ટિયમે ફ્રેન્ચાઇઝી માટે આ સૌથી મોટી બોલી લગાવી છે, જેને મંજૂર કરી લેવામાં આવી છે.
રાજસ્થાને લખનઉ સુપર જાયન્ટ્સનો રેકોર્ડ તોડ્યો. લખનઉને સંજીવ ગોયનકાના ઇઁજીય્ ગ્રુપે ૨૦૨૧માં ૭,૦૯૦ કરોડની મોટી બોલી લગાવીને ખરીદૃી હતી.
૨૦૦૮માં જ્યારે રાજસ્થાન રોયલ્સને ખરીદૃવામાં આવી હતી, ત્યારે તેની િંકમત માત્ર ૬૭ મિલિયન ડોલર હતી, જે તે સમયે લગભગ રૂા.૨૬૦-૨૭૦ કરોડની આસપાસ થતી હતી. જો તે જ ૬૭ મિલિયન ડોલરને આજની િંકમતમાં જોવામાં આવે, તો તે લગભગ રૂા.૬૨૮ કરોડ થાય છે.
હવે ૨૦૨૬માં આ જ ફ્રેન્ચાઇઝી લગભગ ૧.૬૩ બિલિયન ડોલર (લગભગ રૂા.૧૫,૨૮૯ કરોડ)માં વેચાઈ છે. એટલે કે, વર્તમાન િંકમતની સરખામણી ૨૦૦૮ની આજની િંકમત (રૂા.૬૨૮ કરોડ) સાથે કરીએ, તો રાજસ્થાન રોયલ્સની િંકમતમાં લગભગ ૨૪ ગણો ઉછાળો આવ્યો છે.
રાજસ્થાન રોયલ્સની ફાઇનલ બિિંડગ રેસમાં ચાર મોટા ગ્રુપ સામેલ હતા. તેમાં આદિૃત્ય બિરલા ગ્રુપ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ અને કેપરી ગ્લોબલ પણ દૃાવેદૃારીમાં હતા. જોકે, આ બધાને પાછળ છોડીને કાલ સોમાણીના નેતૃત્વવાળા કન્સોર્ટિયમે આખરે આ બોલી જીતી લીધી.

રિલેટેડ ન્યૂઝ