હવે વિકસિત ભારત ૨૦૪૭ સુધીના આ અમૃતકાળમાં દૃેશન્ો સમાનતાનું અમૃત યુસીસીથી આપવા વડાપ્રધાન્ો નિર્ધાર કર્યો છે
રાજ્યના મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભામાં યુસીસી વિધેયક અંગ્ો વક્તવ્ય આપ્યું હતું. ત્ોઓએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ છે. વિકાસની રાજનીતિનો નવો ઈતિહાસ રચનારા મુખ્યમંત્રી અને આ ગૃહના તત્કાલીન સન્માનનીય નેતા, દૃેશના હાલના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદૃીએ સરકારના વડા તરીકે સૌથી વધુ સળંગ ૮૯૩૨ દિૃવસનો ઐતિહાસિક માઈલસ્ટોન પાર કર્યો છે.
ગુજરાતના આ પનોતાપુત્રની આવી યશસ્વી સિદ્ધિ માટે દૃેશ અને દૃુનિયામા વસતા પ્રત્યેક ગુજરાતી અને સૌ ભારતીયો ગૌરવ લે છે.
લોહપુરુષ સરદૃાર સાહેબે એક અને અખંડ ભારત માટે રજવાડાઓનું વિલીનીકરણ કર્યું.
આમ, છતાં, જમ્મુ-કશ્મીર તેમજ ઉત્તરપૂર્વના અષ્ટલક્ષ્મી રાજ્યો આસામ, અરુણાચલ પ્રદૃેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ તથા ત્રિપુરાને તેમના હાલ પર છોડી દૃેવામાં આવ્યાં હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદૃીએ સરદૃાર સાહેબના એક અને અખંડ ભારતના સપનાને સાકાર કરવા એક ભારત શ્રેષ્ઠ ભારતનો વિચાર આપ્યો છે એ એક ભારત શ્રેષ્ઠ ભારત જ યુસીસીનું હાર્દૃ છે.
જો દૃેશમાં સમાન કાયદૃા, વિકાસની સમાન તકો ન હોય તો આ એક ભારત શ્રેષ્ઠ ભારત બને જ નહિ.એક દૃેશમાં બે વિધાન, બે નિશાન, બે પ્રધાનની જે નીતિ-રીતિ હતી તેની સામે વડાપ્રધાન મક્કમતાપૂર્વક નિર્ણય લઈને સંવિધાનની કલમ-૩૭૦ દૃૂર કરીને કશ્મીરને પણ દૃેશની મુખ્ય ધારામાં લાવ્યા.
એટલું જ નહિ, ઉત્તર-પૂર્વના પ્રદૃેશોને કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ, એજ્યુકેશન જેવી પાયાની સગવડો આપીને અષ્ટલક્ષ્મી રાજ્યોને વિકસિત ભારત માટે વિકસિત રાજ્ય બનવાની પ્રેરણા આપી.
હવે વિકસિત ભારત ૨૦૪૭ સુધીના આ અમૃતકાળમાં દૃેશને સમાનતાનું અમૃત યુસીસીથી આપવા વડાપ્રધાનએ નિર્ધાર કર્યો છે. ગુજરાત તો વડાપ્રધાનના દૃરેક વિચારો અને આહવાનને ઝિલવામાં અગ્રેસર રહેતું રાજ્ય છે. એજ પરંપરાને આગળ ધપાવતા આજે આ વિધાન ગૃહમાં ગુજરાત સમાન નાગરિક સંહિતા વિધેયક રજૂ થઈ રહૃાું છે.
આ માત્ર એક કાયદૃાકીય પ્રક્રિયા નથી, પરંતુ સમાનતા, ન્યાય અને એકતાના રાષ્ટ્રીય સંકલ્પને વડાપ્રધાનના નેતૃત્વમાં વધુ મજબૂત બનાવવાનો આપણો મક્કમ નિર્ધાર છે.
લગ્નનું ફરજિયાત રજિસ્ટ્રેશન, લિવ-ઇન સંબંધનું રજિસ્ટ્રેશન, છૂટાછેડા માટેના સમાન નિયમો, દૃીકરી કે દૃીકરો-બધાને સમાન વારસાગત હક અને આ જોગવાઇઓના પાલન માટે દૃંડની જોગવાઇ સાથે એનો કડક અમલ વગેરે આ બિલની મહત્વની જોગવાઇઓ છે.
દૃરેક ધર્મ અને પરંપરા મુજબ થયેલા લગ્નની નોંધણી કરવાનું ફરજિયાત રહેશે અને નોંધણી ન કરવાથી દૃંડની જોગવાઈ રહેશે. આમ કરવાથી સામાજિક માળખાની સમરસતા જાળવી રાખવામાં દૃરેક સમાજની અને વાલીઓની જે િંચતા છે.
આર્ટિકલ ૪૪ મુજબ, રાજ્યએ તમામ નાગરિકો માટે એકસરખો નાગરિક કાયદૃો લાવવાનો પ્રયત્ન કરવાની જે જોગવાઈઓ છે તેના અનુસંધાને આપણે યુસીસી લાવી રહૃાા છીએ.
