વિરપુરમાં ‘જય જલારામ માર્કેટીંગ’ અને ‘જલારામ બચત મંડળી’ ના નામે લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ટોળકી ઝડપાઈ

રોકાણકારોના લાખો રૂપિયા ઓળવી જનાર 6 આરોપીઓની ધરપકડ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરતી સ્પેશિયલ સેશન્સ કોર્ટ

રાજકોટ રેન્જ આઈ.જી.નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા છેતરપિંડી આચરતી લોભામણી સ્કીમો ચલાવનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે વિરપુર પોલીસ અને એલ.સી.બી (કઈઇ) ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી રોકાણકારોના લાખો રૂપિયા હડપ કરી જનાર મોટી ટોળકીને ઝડપી પાડી છે.
ગુનાની વિગત અને મોડસ ઓપરેન્ડી પકડાયેલા આરોપીઓએ વિરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જય જલારામ માર્કેટીંગ, જલારામ બચત સહકારી મંડળી લિમિટેડ અને ઉં.ઊં. ખખ અઞઝઘ ઈઘગજઞકઝઅગઈઢ ઙટઝ. કઝઉ. જેવી સંસ્થાઓ ખોલી હતી. આરોપીઓ ગ્રાહકોને નીચે મુજબની લોભામણી લાલચો આપતા હતા.ઈનામી ડ્રો સ્કીમ: દર મહિને રૂ. 1000 લેખે 40 મહિના સુધી રૂ. 40,000 ભરાવી પાકતી મુદતે રૂ. 50,000 અથવા મોટરસાઈકલ આપવાની લાલચ આપતા હતા.દૈનિક બચત યોજનામાં રોજે-રોજ રૂ. 100 થી 500 જમા કરાવી તેના પર વાર્ષિક 6% વ્યાજ આપવાની ખાતરી આપતા હતા.વીરપુર તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના રોકાણકારોએ વિશ્વાસ મૂકીને લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ પાકતી મુદતે આરોપીઓએ રૂ. 07,05,000 જેવી માતબર રકમ પરત ન કરી અંગત મોજશોખ માટે વાપરી નાખી છેતરપિંડી આચરી હતી. આ મામલે વિરપુર પોલીસ સ્ટેશનમાં ઈંઙઈ કલમ 409, 420, 114 તથા જી.પી.આઈ.ડી. એક્ટ અને પ્રાઇસ ચીટ એક્ટ મુજબ ગુનો નોંધાયેલ છે જેમને લઈને એલ.સી.બી. પી.આઈ. વી.વી.ઓડેદરા, વિરપુર પી.આઈ.એસ.જી. રાઠોડ તથા હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઇ ચૌહાણ, વિજયભાઈ ગોહેલ, કૌશિકભાઇ ચાચાપરા અને નિશાંતભાઈ પરમાર સહિતના સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી (1)વિપુલભાઈ ગોવિંદભાઇ મેવાડા, (2)કરણભાઈ વિનોદભાઈ મેવાડા (ગુનાહિત ઈતિહાસ ધરાવે છે)(3)જીવણભાઈ ઉર્ફે લાલો બટુકભાઇ મેવાડા (જુગાર ધારાના ગુનામાં સંડોવાયેલ)(4)ભૂપતભાઇ જાગાભાઈ બાંભવા (ચાઇલ્ડ લેબર એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે)(5)જલેવભાઈ ઉર્ફે જલો ભગાભાઈ ગમારા (6)અનિલ રામજીભાઇ માટીયા (રહે. રાજકોટ) આરોપીઓને દબોચી લીધા હતા ત્યારબાદ વિરપુર પોલીસે તમામ આરોપીઓને સેશન્સ કોર્ટ રાજકોટમાં રજૂ કરી જી.પી.આઈડી અન્વયે કલમ હેઠળ નામદાર કોર્ટે ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.
વીરપુર પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરાય છે કે વિરપુર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. રાઠોડ દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે, કોઈપણ અવાસ્તવિક વળતર આપતી લોભામણી સ્કીમોમાં રોકાણ કરવું નહીં. જો કોઈ અન્ય નાગરિક આ ટોળકીની સ્કીમમાં ફસાયા હોય, તો તેમણે પુરાવા સાથે વિરપુર પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર 63596 29375 પર તાત્કાલિક સંપર્ક કરવા જણાાયું હતુ.

રિલેટેડ ન્યૂઝ