સાયલા પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતા છનાળા ગામના દંપતીનું મોત

મૃતક રાહુલગીરી પ્રાચીન શકિત ચામુંડા ધામના મહંત તરીકે સેવા આપતા હતા

સાયલા પાસે કાર હોટલમાં પાર્ક કરેલી ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મોરબીના છનાળા ગામના પ્રાચીન શક્તિ ચામુંડા ધામના મહંત તેમના પત્નીનું મોત થયું હતું પૂરપાટ જતીકાર હાઇવે થી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.
આ અંગેની વિગત મુજબ સાયલા પાસે આવેલા ગોપી હોટલના મેદાનમાં ટ્રક ઉભી રાખીને ટ્રક ચાલક અને ક્લીનર હોટલમાં જમી રહ્યા હતા આ દરમિયાન અમદાવાદ તરફથી મોરબી તરફ જઈ રહેલા પૂર ઝડપે કાર લઈને આગળ જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને રોડથી અંદાજિત 15 ફૂટ દૂર ઊભેલા ટ્રકની પાછળ કારનો અકસ્માત સર્જાયો હતો ધડાકાભેર થયેલા અકસ્માતને કારણે હોટલમાં કામ કરતા લોકો દોડી આવી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. આ બાબતે સાયલા 108 ને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ ટ્રકની પાછળ ગમખ્વાર અકસ્માતમાં કારચાલકનું મોત થયું હતું અને તેની બાજુમાં બેઠેલા તેમના પત્નીને વધુ સારવાર મળે તે પહેલા મોત થયું હતું અકસ્માતે પહોંચી સાયલા પોલીસ માત્ર કારમાં મહિલા સહિત બે વ્યક્તિ હોવાને કારણે વધુ તપાસ શરૂ કરી હતી જેમાં મોરબીના છનાળા શક્તિ ચામુંડા ધામના મહંત રાહુલ ગીરી ન્યુતમગીરી ગૌસ્વામી ઉંમર વર્ષ 42 અને તેમના પત્ની વૈશાલીબેન ઉંમર વર્ષ 36 હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંને મૃતદેહને પીએમ માટે મોકલી આપી તેમના પરિવારજનોને જાણ કરતા સાયલા આવવા માટે રવાના થયા હતા મહંત તેમના પત્નીના મોતના સમાચારથી પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો હતો. મહંત પરિવારમાં 19 વર્ષની દીકરી શ્રુતિ અને 15 વર્ષની સાક્ષી તેમજ 13 વર્ષનો દીકરો ભવ્યગીરી મા-બાપની છત્ર છાયા ગુમાવતા પરિવારજનોમાં શોખની લાગણી જોવા મળી રહી હતી

રિલેટેડ ન્યૂઝ