અમરેલી જિલ્લામાં આગામી તા.26 ના રોજ એક જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત તથા 6 નગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે આવતીકાલે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે હવે ચૂંટણી લડવા માટે ઉત્સુક બનેલાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવા માટે આજે ઘસારો કર્યો હતો. આજે એક જ દિવસમાં 6 નગરપાલિકામાં 85, 11 તાલુકા પંચાયતમાં 176 તથા એક જિલ્લા પંચાયત માટે 41 મળી કુલ 302 ઉમેદવારીપત્રો જે તે ચૂંટણી અધિકારીઓ સમક્ષ રજુ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાવાર પંચાયતની 34 બેઠકો માટે, 11 તાલુકા પંચાયતની 190 બેઠકો તથા 6 નગરપાલિકાના 46 વોર્ડ માટે 184 બેઠકો માટે આગામી તા.26 ના રોજ યોજાનાર છે. આ તમામ ચૂંટણીઓ માટે ઉમેદવારીપત્ર રજુ કરવાં માટે આવતીકાલ શનિવારે અંતિમ દિવસ છે. ત્યારે અમરેલી જિલ્લામાં હવે ધીમેધીમે ચૂંટણી લડવા માંગતાં મુરતિયાઓ મેદાને જંગમાં ઉતરી રહયાં છે. આજ સુધીમાં કુલ 6 નગરપાલિકામાં 97, 11 તાલુકા પંચાયતમાં 257 તથા એક જિલ્લા પંચાયત માટે 58 મળી કુલ 412 ઉમેદવારીપત્રો જે તે ચૂંટણી અધિકારીઓ સમક્ષ રજુ કરવામાં આવ્યા છે.
રિલેટેડ ન્યૂઝ
-
વડિયા-કુંકાવાવ તાલુકામાં ઉમેદવારી પત્ર ભરવાનો આરંભ : ત્રિપાંખિયો જંગ ખેલાશે
આપ અને કોંગ્રેસે ઉમેદવારી પત્ર ભર્યા, ભાજપ બાકી : આજે છેલ્લો ’દી ઉમેદવારી પત્ર ભરાવાના છેલ્લા... -
બોટાદમાં પાલિકાની ચૂંટણી અંતર્ગત જૈન સમાજના ફિરકાઓની મિટીંગ મળી
ટિકિટ ફાળવવામાં નહીં આવે તો લડી લેવાના મુડમાં બોટાદ જૈન સમાજ ના ત્રણેય ફિરકાઓ દેરાવાસી, સ્થાનકવાસી... -
ઉનાના નાંદણ ગામની સીમમાં સસલાનો શિકાર કરતા ચાર યુવાનો ઝડપાયા
વનવિભાગે તપાસ કરી રૂ.40,000નો દંડ વસૂલ્યો, પકડાયેલા શખ્સો પાસે ફાંસલો પણ મળ્યો ઊના તાલુકાના નાંદણ ગામની...
