વડિયા-કુંકાવાવ તાલુકામાં ઉમેદવારી પત્ર ભરવાનો આરંભ : ત્રિપાંખિયો જંગ ખેલાશે

આપ અને કોંગ્રેસે ઉમેદવારી પત્ર ભર્યા, ભાજપ બાકી : આજે છેલ્લો ’દી

ઉમેદવારી પત્ર ભરાવાના છેલ્લા બે દિવસ

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ચૂંટણી લાડવા ઇચ્છુક ઉમેદવારો એ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 11/04/2026 ને શનિવાર છે ત્યારે વડિયા કુંકાવાવ તાલુકા ની તાલુકા પંચાયતની સીટો અને જિલ્લા પંચાયતની ત્રણ સીટો માં ઉમેદવારી પત્ર ભરવાના શ્રી ગણેશ તારીખ 10 ના રોજ થતા જોવા મળ્યા છે. તારીખ 10 ના રોજ વડિયા તાલુકાની જિલ્લા પંચાયત ની ત્રણ સીટો જેમા દેવગામ સીટ – 2 ફોર્મ, કુંકાવાવ મોટી સીટ -2 ફોર્મ અને વડિયા સીટ -2 ફોર્મ એમ આ ત્રણેય સીટો પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ફોર્મ રજુ કરવામાં આવ્યા છે જયારે ભાજપ દ્વારા હજુ કોઈ ઉમેદવારી પત્ર ભરાયું નથી. વડિયા કુંકાવાવ તાલુકાની તાલુકા પંચાયત ની ચૂંટણી માટે દેવલકી સીટ – 2 ફોર્મ, ખડખડ સીટ -2 ફોર્મ,ઢૂંઢિયાપીપળીયા સીટ – 3ફોર્મ,સનાળી સીટ – 2 ફોર્મ, વડિયા -2 સીટ – 1 ફોર્મ રજુ કરી ઉમેદવારી નોંધાઈ છે.વડિયા કુંકાવાવ તાલુકા માં તાલુકા પંચાયત ની વડિયા -2 સીટ પર ફક્ત આમ આદમી પાર્ટીના ઉમેદવારે જ ઉમેદવારી પત્ર ભર્યું છે. ત્યારે હવે તારીખ 11/04/2026 ને શનિવાર ના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ઉમેદવારી પત્ર ભરવામાં ઘસારો થશે એ નક્કી મનાય રહ્યું છે. સૌથી મહત્વની વાત વડિયા -1 તાલુકા પંચાયત સીટ પર બપોર સુધીમાં ત્રણ માંથી એક પણ પક્ષ દ્વારા ઉમેદવાર જાહેર કરાયા નથી ત્યારે વડિયા -2 સીટ પર ફક્ત આમ આદમી પાર્ટી સિવાય અન્ય પક્ષનાં ઉમેદવાર જાહેર કરવાનાં બાકી છે ત્યારે અંતિમ સમય સુધી સસ્પેન્સ જોવા મળી રહ્યું છે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ત્રણેય પક્ષને બળવાના એંધાણ દેખાતા ઉમેદવાર વિધિવત જાહેર કરવાનાં બદલે સીધા ફોર્મ રજુ કરવા આદેશ પાર્ટીઓ આપી શકે છે. આ પરથી વડિયા કુંકાવાવ તાલુકા તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપાખીયો ભારે રસાકસી ભર્યો જંગ જામશે તેવુ ચીત્ર

રિલેટેડ ન્યૂઝ