તમામ પ્રકારના ભારે વાહનો બોક્ષ કલ્વર્ટની બાજુના ડાયવર્ઝનમાંથી પસાર થઇ શકશે
સલાયા-પરોડિયા સોલ્ટ વર્ક રસ્તાના ચેઇનેજ 3/350 કી.મી.પર બોકસ કલ્બર્ટના પીયરમાં નુકશાન થયેલ હોવાથી સલામતીના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)(ખ) હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કરી સલામતીના ભાગરૂપે તમામ પ્રકારના ભારે વાહનોને આ બ્રીજ ઉપરથી પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
સલાયા-પરોડિયા આવતા-જતા તમામ પ્રકારના ભારે વાહનોએ વૈકલ્પિક રસ્તા તરીકે પરોડીયા-ક્ધવેયર બેલ્ટથી મોટા માંઢા-સલાયા રોડ, તા.ખંભાળીયા જતા રસ્તાનો ઉપયોગ કરવામાં આવતો હતો.
કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), દેવભૂમિ દ્વારકા દ્રારા આ બ્રિજની રીપેરીંગની કામગીરી કરવામાં આવતા હવે આ પુલ પરથી ભારે વાહનોની અવર જવર માટે હાલમાં કોઇ અડચણ કે જોખમ ન હોય તેમજ બોક્ષ કલ્વર્ટની બાજુમાંથી ડાયવર્ઝન બનાવવામાં આવતા, ભારે વાહનો પસાર થઇ શકશે તેમ જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
