સમગ્ર વિસ્તાર અને પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો
ગીરગઢડા પંથકના નાના એવા બેડીયા ગામની દીકરી તા-9 થી 16 એપ્રિલ સુધી મુંબઈ ખાતે રમાનાર બી સી સી આઈ ની અંડર-17 મહિલા વેસ્ટઝોન ક્રિકેટટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર સ્ટેટ મહિલા ક્રિકેટ ટીમ ના કોચ તરીકે નિર્મલા જાનાભાઈ શ્યારા ની પસંદગી થતા સમગ્ર વિસ્તાર અને પરીવારજનો મા ખુશી ની લાગણી ફેલાઇ છે. સૌરાષ્ટ્રમાં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ મા નિર્મલા શયારા ની પસંદગી કોચ તરીકે થઈ છે જેમાં તેમને આ ઉચ્ચ પદવી મળતા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે હાલ મહિલાઓ દિવસે અને દિવસે આગળ વધી રહી છે જેમાં મહિલા શક્તિ કરણ નું ઉદાહરણ જોવા મળ્યું છે ગીર પંથકના બેડીયા ગામ ની દીકરી એટલે નિર્મલા બેન શ્યારા હાલ ભાવનગર રહે છે પરંતુ તેમનું વતન બેડીયા ગામ હોવાથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે મહિલા ક્રિકેટ ટીમમાં આગવી સિદ્ધી પ્રાપ્ત કરીને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આ વિસ્તાર ના લોકો એ પાઠવી ગુજરાત નું ગૌરવ વધારે તેવીઆશા વ્યક્ત કરી હતી.
