એઇમ્સમાં એમબીબીએસ બેચના પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી પ0 છાત્રોને મેડલ આપશે
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે રાજકોટના મોંઘેરા મહેમાન બનશે. રાજકોટ એઇમ્સમાં એમબીબીએસ બેચના પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ પ0 તબીબી છાત્રોને મેડલ આપશે. આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી પણ ખાસ ઉપસ્થિત રહેશે.
કાલે સોમવારે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મું રાજકોટમાં આવી રહયા છે. તેઓ ગુજરાતી સૌપ્રથમ એઇમ્સમાં યોજાનાર પ્રથમ પદવીદાન સમારોહ માટે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ બપોરે 3 કલાકે રાજકોટ હીરાસર એરપોર્ટ પર આવશે અને ત્યાંથી હેલીકોપ્ટર મારફત સીધા એઇમ્સ પહોંચશે. આ ઉપરાંત રાજયપાલ આચાર્ય દેવવ્રતજી તથા કેન્દ્રીય આરોગય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણ ખાતર રાજયમંત્રી અનુપ્રિયા પટેલ અને રાજયમંત્રી પ્રફુલ પાનશેરીયા પણ હાજર રહેશે. પ0 વિદ્યાર્થીઓને એમ.બી.બી.એસ સ્નાતક ડીગ્રી અપાશે. જેમાંથી 10ને ગોલ્ડ મેડલ અપાશે.
