ભારતીય સેનાની તાકાતમાં ટૂંક સમયમાં જબરદૃસ્ત વધારો થવા જઈ રહૃાો છે. ડ્ઢઇર્ડ્ઢં દ્વારા વિકસિત અને સંપૂર્ણપણે સ્વદૃેશી એવી એન્ટી-ટેક્ધ ગાઈડેડ મિસાઈલ ધ્રુવાસ્ત્ર હવે સેનાના બેડામાં સામેલ થવા માટે તૈયાર છે. આ મિસાઈલ ખાસ કરીને લદ્દાખ જેવા ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં ચીન અને પાકિસ્તાનના ટેન્કોનો કાળ સાબિત થશે.
ધ્રુવાસ્ત્ર એ પ્રખ્યાત નાગ મિસાઈલનું હવાઈ સંસ્કરણ ((HELINA) છે. જેને હેલિકોપ્ટર પરથી લોન્ચ કરવામાં આવશે. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. એકવાર લક્ષ્ય નક્કી થયા પછી આ મિસાઈલ જાતે જ દૃુશ્મનના ટેક્ધનો પીછો કરીને તેને નેસ્તનાબૂદૃ કરે છે. તે ફાયર એન્ડ ફરગેટ ટેક્નોલોજી ધરાવે છે. દૃુનિયાના આધુનિક ટેન્કોનું ઉપરનું પડ સૌથી નબળું હોય છે. ધ્રુવાસ્ત્ર હવામાં ઊંચાઈ પર જઈને સીધો ઉપરથી હુમલો કરે છે. ૪૩ કિલો વજનની આ મિસાઈલ ૮૦૦ મીમી જાડી સ્ટીલ પ્લેટને પણ આરપાર ચીરી નાખવાની ભારે મારક ક્ષમતા ધરાવે છે. તે ૭ કિલોમીટર દૃૂર બેઠેલા દૃુશ્મનને પણ સચોટ રીતે નિશાન બનાવી શકે છે.
આ મિસાઈલને હિન્દૃુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (ૐછન્) દ્વારા નિર્મિત રુદ્ર અને પ્રચંડ જેવા એટેક હેલિકોપ્ટર્સ પર તૈનાત કરવામાં આવશે. સરકાર દ્વારા તાજેતરમાં ૧૫૬ પ્રચંડ હેલિકોપ્ટરનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જેમાં ધ્રુવાસ્ત્રની હાજરી ભારતીય વાયુસેના અને થલ સેનાને પહાડી યુદ્ધમાં અજેય બનાવશે.
સરકારે ૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૨૦૦ થી વધુ ધ્રુવાસ્ત્ર મિસાઈલોની ખરીદૃીને મંજૂરી આપી દૃીધી છે. ખાસ વાત એ છે કે, એક મિસાઈલની િંકમત ૧ કરોડથી પણ ઓછી હોવાનો અંદૃાજ છે.
આ સફળતા બાદૃ હવે ભારતને રશિયા કે યુરોપ પર નિર્ભર રહેવું નહીં પડે અને વિદૃેશી મુદ્રાની પણ બચત થશે.
ધ્રુવાસ્ત્રની સફળતા બાદૃ હવે મિસાઈલ પર કામ કરી રહૃાું છે. તેની રેન્જ ધ્રુવાસ્ત્ર કરતા પણ વધુ હશે અને તે રડાર સેન્સરથી સજ્જ હશે, જે ભારતીય સરહદૃોને વધુ સુરક્ષિત બનાવશે.
