હોર્મુઝમાં અમેરિકાની નાકાબંધી, ઇરાનને ટોલ ચુકવનારને સુરક્ષા નહીં

મંત્રણા ફેલ જતા ટ્રમ્પની ઇરાનન્ો મોટી ધમકી

ઇસ્લામાબાદૃમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત નિષ્ફળ ગયા પછી હવે એવા સવાલો ઉઠી રહૃાા છે કે શું ફરી યુદ્ધ શરૂ થવાનું છે? આ દૃરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદૃને યુદ્ધની આશંકાઆને ફરી તેજ કરી દૃીધી છે. પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની મંત્રણા નિષ્ફળ જતાં ડોનાલ્ડ ટ્રમ્પ ખરાબ રીતે ભડક્યા છે. તેમણે ઈરાનને ફરીથી પાષાણ યુગ માં મોકલી દૃેવાની ધમકી આપી છે. ટ્રમ્પે ઈરાનને પાષાણ યુગમાં મોકલવા અંગેનો એક આર્ટિકલ પણ શેર કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ ઘણું કડક દૃેખાઈ રહૃાું છે. તેઓ પહેલા જ કહી ચૂક્યા છે કે ડીલ થાય કે ન થાય, તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. અમે પહેલા જ જીતી ચૂક્યા છીએ.ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર એક ન્યૂઝ આર્ટિકલ શેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વાટાઘાટો નિષ્ફળ ગયા પછી હવે ટ્રમ્પ પાસે ઈરાનની નાકાબંધી કરવાનો વિકલ્પ હાજર છે. અમેરિકી નૌસ્ોના હોર્મુઝમાં નાકાબંધ કરશે ઇરાનન્ો ટોલ ચુકવનાર જહાજન્ો સુરક્ષા નહીં મળે.
પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી હાઈ-લેવલ બેઠક અંતે નિષ્ફળ રહી હતી. બંને દૃેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામને કાયમી શાંતિમાં બદૃલવાનો ઉદ્દેશ્યો હતો, પરંતુ જમીની હકીકત અને વ્યૂહનીતિક અડચણોએ આ પ્રયાસને નિષ્ફળ બનાવી દૃીધો છે. ત્યારે હવે વિશ્ર્વના સૌથી મહત્ત્વપૂર્ણ દૃરિયાઈ માર્ગ ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર ફરી એકવાર ગંભીર સંકટના વાદૃળો છવાયા છે. કારણ કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝને લઈને મોટું નિવેદૃન આપ્યું છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન સાથેની ૨૦ કલાક લાંબી મેરેથોન બેઠક બાદૃ પણ ’પરમાણુ હથિયારો’ મુદ્દે કોઈ સહમતી સધાઈ નથી. ઈરાનની જિદૃને જોતા ટ્રમ્પે તાત્કાલિક અસરથી અમેરિકી નેવીને ઈરાની સમુદ્રી સીમામાં નાકાબંધી કરવાના આદૃેશ આપ્યા છે. આ આદૃેશ બાદૃ ગમે ત્યારે ખાડી દૃેશોમાં તણાવ ચરમસીમાએ પહોંચવાની અને મોટા સૈન્ય સંઘર્ષની શક્યતા જોવાઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ