ગીર પ્રાઈડ રિસોર્ટમાં જુગાર રમતા રાજકોટ-ગોંડલના સાત વેપારીઓ ઝબ્બે

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે સાસણના રિસોર્ટમાં દરોડો પાડી વેપારીની જામેલી મહેફીલમાં ભંગ પાડ્યો : રૂ.13.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

સાસણ નજીકના એક રિસોર્ટમાં જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ એ દરોડો પાડી, જુગાર રમતા રાજકોટ તથા ગોંડલના સોની કામ કરતા 7 વેપારીઓને રોકડ રૂ. 42,340 તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ. 13,52,340 ના મુદામાલ સાથે પકડી.પાડી, જુગાર ધારા કલમ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂનાગઢ જિલ્લામાં કાઈમ બ્રાન્ચના પો.ઇન્સ. કૃણાલ એમ. પટેલ તથા કાઈમ બ્રાન્ચની ટીમ દારૂ, જુગારના કેસો શોધી કાઢવા સતત વોચ તપાસમાં રહી પ્રયત્નશીલ હોય દરમ્યાન કાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.સબ ઇન્સ. ડી. કે. ઝાલા અને ડી.કે.પટેલ તથા પો.કોન્સ. જેઠાભાઈ કોડીયાતર, વિક્રમભાઈ પરમાર, દિપકભાઈ ચૌહાણ, હિતેષભાઈ જાદવને સંયુક્તમાં ખાનગીરાહે મળેલી ચોક્કસ બાતમી હકિકતના આધારે સાસણ ખાતે આવેલ ગીર પ્રાઈડ રીસોર્ટમાં દરોડો પાડતા, ગોંડલ ખાતે રહેતો સંજય હસમુખભાઈ વડનગરા પોતાના નામે રૂમ રાખી બહારથી માણસોને બોલાવી, તીનપતી નામનો જૂગાર રમી રમાડી, નાલના પૈસા ઉઘરાવી, જુગારનો અખાડો ચલાવાતા અન્ય 6 ઈસમો સાથે મળી આવતા, પોલીસે પટ માંથી રોકડા રૂ. 42,340, પ્લાસ્ટીકના ટોકન નંગ – 448, ગજીપતાના પાના તેમજ મોબાઈલ ફોન – 7, ફોર વ્હિલ કાર નંગ-2 મળી કુલ રૂ. 13,52,340 નો મુદામાલ કબજે કરી, 7 ઇસમોને પકડી પાડી, મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ 4,5 મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે આ દરોડા દરમિયાન જુગાર રમતા આરોપી સંજયભાઈ હસમુખભાઈ વડનગરા, ઉ.વ.42 ધંધો. સોની કામ રહે. ખોડીયાપરા, રેલ્વે સ્ટેશન પાસે ગોંડલ રોઠિત ભુપેન્દ્રભાઈ રાજપરા, ઉ.વ.43 ધંધો, સોનીકામ રહે. હાઉસીંગ બોર્ડ સોસાયટી જેતપુર રોડ, ગોંડલ મનોજભાઈ નવીનભાઈ રાજપરા, ઉ.વ.50 2હે, સાગર એપાર્ટમેન્ટ, પંચાયત ચોક, કાલાવાડ રોડ રાજકોટ જીગ્રેશભાઈ પ્રવિણચંદ્ર રાજપરા, ઉ.વ.49 ધંધો. સોનીકામ રહે. નાની બજાર નાગર શેરીની બાજુમાં ગોંડલ હિતેષભાઈ હિમંતભાઈ કાતરોળીયા, ઉ.વ.41 ધંધો. સોનીકામ રહે. વિધ્યા કુંજ સોસાયટી, અમીનમાર્ગ રાજકોટ તુષારભાઈ હસમુખભાઈ લાઠીગરા, ઉ.વ.43 ધંધો સોનીકામ 2હે. 15-20 ભોજરાજ પરા, જેતપુર રોડ, ગોંડલ નિલેશભાઈ હિમંતભાઈ કાતરોળીયા, ઉ.વ.48 ધંધો. સોનીકામ રહે. વિધ્યા કુંજ સોસાયટી અમીનમાર્ગ રાજકોટ વાળને પકડી પાડ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ