ડોળાસા બસ સ્ટેશનમાંથી દીપડી અઢી વર્ષની બાળકીને ઉઠાવી ભાગી

બાળકીના પિતાએ બૂમાબૂમ કરતા દીપડી બાળકીને મૂકી નાશી

બાળકીના પિતાએ બૂમાબૂમ કરતા દીપડી બાળકીને મૂકી નાશી

કોડીનાર તાલુકાના ડોળાસા ગામે ગત રાત્રી ના દસ વાગ્યે એક પિતા પોતાની અઢી વર્ષ ની દીકરી ને લઇ ડોળાસા બસ સ્ટેશન માં આવેલ નાગનાથ મંદિરે આવેલ.અહી મંદિર પરિસર માં બાળકી રમતી હતી બે ફૂટ દૂર પિતા બેઠાં હતાં.અને અચાનક એક ખૂંખાર દીપડી આવી જે બાળકી ને મોઢામાં લઈ નાશવા લાગી પણ બાળકી ના પિતાએ બૂમાબૂમ કરવા લાગતા રોડ ઉપર ઉભેલા લોકો દોડી ને આવ્યા હતા.દીપડી પણ ગભરાઈ બાળકી ને છોડી નાસી ગઈ હતી.
ગત તા.11/4 ના રાત્રી ના દસ વાગ્યે રોહિતભાઈ નલીનભાઇ જાની તેમની અઢી વર્ષ ની નાની દીકરી હિવા ને મોટર સાયકલ ઉપર બેસાડી ડોળાસા બસ સ્ટેશન વિસ્તાર માં આવેલ નાગનાથ મંદિરે આવ્યા હતા.રોહિતભાઈ લગભગ રોજ આ સમયે પોતાની ત્રણે દીકરીઓને લઈ આ મંદિરે આવતા રહે છે.તે દિવસે નાની દીકરી હિવા એકજ હતી. રોહિતભાઈ દર્શન કરી મંદિર પરિસરમાં હિવાથી બે ફૂટ દૂર બેઠા હતા.હોવાના હાથમાં પીપળાનું પાન હતું.તેનાથી તે રમતી હતી.રોહિતભાઈ હિવાની બાળમુદ્રા જોઈ રહ્યા હતા.પણ અચાનક નાગનાથ મંદિરના પાછળના ભાગેથી એક ખૂંખાર દીપડી આવી ચડી હતી.રોહિતભાઈ કઈ સમજે તે પહેલા દીપડીએ હિવાને મોઢામાં લઇ લીધી.આ જોઈ રોહિતભાઈ જોર જોર થી બૂમો પાડવા લાગ્યા.આ સાંભળી લોકો પણ મંદિર તરફ દોડ્યા અને દીપડી પણ રાડારાડથી ગભરાઈ ગઈ અને હીવાને છોડી દીવાલ ઓળંગી બાજુ ના ખેતર માં જતી રહી. હિવા ને તુરત ડોળાસા ની એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત કોડીનાર રા.ના.વાળા હોસ્પિટલ ખસેડાય જ્યાં પ્રાથમિક સારવાર બાદ તબીબોએ ભય મુક્ત જાહેર કરતા આ પરિવાર ના શ્વાસ હેઠા બેઠા હતા.
આમ રાની પશુઓ ગામ માં આવી માનવ ઉપર જીવલેણ હુમલો કરવા લાગતા લોકોમાં ભય નો માહોલ છવાયો છે.આ બાબત ની જામવાળા જંગલ ખાતા ને જાણ કરવામાં આવતા વન વિભાગ નો સ્ટાફ તુરત ઘટના સ્થળે દોડી આવી ધોરણસરની કાર્યવાહી કરી છે.દીપડી ને પાંજરે પુરાવા બે પાંજરા મૂકવામાં આવ્યા હતા.પણ દીપડી પાંજરામાં આવી નથી.પણ ડોળાસા થી ચીખલી રોડ ઉપર વાછરડી નું મારણ કર્યું છે.માનવ લોહી ચાખી ગયેલી દીપડી બીજા કોઈને પોતાનો શિકાર બનાવે તે પહેલાં પાંજરે પુરાવા ડોળાસા ના લોકો ની માંગ છે.

રિલેટેડ ન્યૂઝ