અમેરિકા દ્વારા હોર્મુઝ જળ માર્ગ પર કબ્જો કરવા નાકાબંધીની કાર્યવાહી શરુ કરાતાં ઇરાને હવે વળતી ચેતવણીમાં જણાવ્યું હતું કે હોર્મુઝ જળમાર્ગ પુરી રીતે અમારા નિયંત્રણમાં છે અને તે રહેશે જ પરંતુ જો આ વિસ્તારમાં સમુદ્રી સલામતી સામે કોઇ જોખમ થશે તો ગલ્ફના એક પણ બંદર સલામત રહેશે નહીં. એક તરફ અમેરિકી દળો હોર્મુઝ જળ માર્ગમાં બિછાવેલી સમુદ્રી સુરંગ દુર કરવાની કામગીરી કરી રહી છે અને તબકકાવાર સમગ્ર જળમાર્ગને અમેરિકી કબ્જામાં લઇ લેવાનો ઇરાદો છે તે સમયે ઇરાને જણાવ્યું હતું કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જો એમ માનતા હોય કે હોર્મુઝ જળ માર્ગ પર કબજો લઇને તે દુનિયામાં ક્રુડતેલનું આવવા-ગમન સરળ બનાવી શકશે તો તે ભુલ છે.
જો આ જળ માર્ગ પર કબ્જો લેવાશે તો કલ્ફ વિસ્તારના કોઇપણ બંદરો સલામત રહેશે નહીં અને તે જવાબદારી અમેરિકાની હશે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે હોર્મુઝમાં કોઇપણ દેશને જહાજોને પસાર નહીં થવા દેવાની ચેતવણી આપી છે અને જણાવ્યું હતું કે અહીં કોઇ જહાજ ટોલટેક્સ પણ ચુકવશે નહીં.
