આરક્ષિત સીટોની ઉપલબ્ધતા વધશે, મુસાફરી વધુ આરામદાયક બનશે
મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ અને ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક વધારાનો તૃતીય વાતાનુકૂલિત (થર્ડ એસી) કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થાથી ખાસ કરીને પીક સીઝન દરમિયાન આરક્ષિત સીટોની ઉપલબ્ધતામાં નોંધપાત્ર સુધારો થશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સુવિધા નીચે મુજબની તારીખોથી અમલમાં આવશે:
1) ટ્રેન સંખ્યા 19210 (ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ): 02 જૂન 2026 થી.
2) ટ્રેન સંખ્યા 19209 (ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસ): 01 જૂન 2026 થી.
સુધારેલી કોચ સંરચના:
વધારાનો કોચ જોડ્યા બાદ ટ્રેનમાં કુલ 16 કોચ હશે, જેમાં 1 થર્ડ એસી, 10 સ્લીપર, 3 જનરલ અને 2 લગેજ વેન કોચનો સમાવેશ થશે.
મુસાફરોની સુવિધા માટે આ વધારાના કોચનું બુકિંગ પીઆરએસ (ઙછજ) કાઉન્ટર અને આઈઆરસીટીસી (ઈંછઈઝઈ) ની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
