અમરેલીમાં રખડતા પશુઓ, બંધ સ્ટ્રીટલાઈટ, જાહેર શૌચાલયોની સમસ્યા

પાલિકાની ચૂંટણી નજીકમાં હોવા છતાં પણ તંત્રને કોઈ શરમ નથી
પૂન: સત્તા પક્ષનાં ઉમેદવારો શહેરી મતદારોને હથેળીમાં ચાંદ બતાવવા મેદાનમાં ઉતરશે

અમરેલીનાં દોઢ લાખ શહેરીજનો છેલ્લા પાંચ વર્ષથી માર્ગ ઉપર રખડતા પશુઓ, હવામાં ઉડતા તાલીમી વિમાનો, બેફામ ગંદકી, બંધ સ્ટ્રીટલાઈટ, વિકરાળ ટ્રાફિક સમસ્યા, ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટર, પાલિકામાં ચાલતાં ભ્રષ્ટાચાર, અનિયમિતતા, જાહેર શૌચાલયની નર્કાગાર જેવી હાલત સહિતની અગણિત સમસ્યાઓથી પીડિત છે તે સમયે પાલિકાની ચૂંટણી આવી પહોંચી છે અને સત્તા પક્ષનાં ઉમેદવારો કયાં મોઢે મત માંગવા જશે તે જોવું રસપ્રદ રહેશે.
આશ્ચર્યજનક બાબત એ છે કે, સત્તા પક્ષનો આત્મવિશ્વાસ એટલો બધો મકકમ છે કે ભલે અમે પાંચ વર્ષ પહેલા આપેલ અનેક વચનો પાળી શકયા નથી છતાં પણ શહેરીજનો પૂન: અમને જ સત્તાનું સુકાન સોંપશે. કારણ કે અન્ય કોઈ વિકલ્પ જ નથી.
જો શહેરનાં 80 હજાર મતદારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નામે નહિ પરંતુ, ઉપરોકત પ્રકારનાં અણઉકેલ પ્રશ્નોને લઈને મતદાન કરે તો સત્તા પક્ષનાંઉમેદવારોને વિજેતા થવામાં પરસેવો વળી જશે તેવું ચોકકસ માની શકાય તેમ છે. જોઈએ હવે, શહેરી મતદારો રાષ્ટ્રીય, આંત્તરરાષ્ટ્રીય કે પછી જાતિ, જ્ઞાતિનાં આધારે મતદાન કરે છે કે રોજબરોજનાં પ્રશ્નોને લઈને મતદાન કરે છે.

રિલેટેડ ન્યૂઝ