બંધારણ મુજબ, હાલમાં રાજ્યોમાંથી ૫૩૦ અને કેન્દ્રશાસિત પ્રદૃેશોમાંથી ૨૦ બેઠકો હોઈ શકે છે
કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સંસદૃના નીચલા ગૃહ એટલે કે લોકસભાની સભ્ય સંખ્યામાં ધરખમ વધારો કરવાની દૃરખાસ્ત મૂકવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, સરકારે સાંસદૃો સાથે ’બંધારણ (૧૩૧મો સુધારો) બિલ, ૨૦૨૬’ શેર કર્યું છે. આ બિલમાં લોકસભાની કુલ બેઠકોની મર્યાદૃા વધારીને ૮૫૦ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ બિલ આગામી વસતી ગણતરીના આધારે લોકસભા બેઠકોની સંખ્યા વધારીને વધુમાં વધુ ૮૫૦ કરવા, મતવિસ્તારોના પુન:નિર્ધારણ (સીમાંકન) અને મહિલા અનામતના અસરકારક અમલીકરણ માટે વૈધાનિક માર્ગ મોકળો થશે. સરકારના આ પગલા સાથે, દૃાયકાઓથી પડતર બેઠકોના પુનર્ગઠનને સીલ કરવા અને ભાષાકીય અને પ્રાદૃેશિક પ્રતિનિધિત્વ માટે એક નવું માળખું સ્થાપિત કરવા માટે પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે.
બંધારણ મુજબ, હાલમાં રાજ્યોમાંથી ૫૩૦ અને કેન્દ્રશાસિત પ્રદૃેશોમાંથી ૨૦ બેઠકો હોઈ શકે છે. જોકે, સીમાંકન પંચે કુલ બેઠકોની સંખ્યા ૫૪૩ નક્કી કરી હતી.
