ડોળાસા નજીકના બોડીદર ગામે યુવાને ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી

પ્રેમની વેદી પર જીવનનું બલિદાન

ડોળાસા નજીક ના બોડીદર ગામે એક પચીસ વર્ષીય યુવાને તા.14/4 ના રોજ પોતાના ઘેર ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર માં ભારે આક્રંદ છવાયો છે. ગીર ગઢડા તાલુકા ના બોડીદર ગામે માજી સરપંચ વજુભાઈ રામભાઇ રાઠોડ નો પુત્ર નિલેશ ( ઉંમર વર્ષ 25 ) તા.14/4/2026 ના બપોર ના 1:45 થી 2 વાગ્યા ના અરસા માં પોતાના ઘેર રૂમ નો દરવાજો બંધ કરી પંખા ઉપર દોરડું બાંધી ગળા ફાંસો ખાઈ આત્મ હત્યા કરી લેતા પરિવાર માં ભારે આક્રંદ છવાયો છે.ઘરના સદસ્યો રૂમ દરવાજો તોડી અંદર ગયા હતા.પણ મોડું થઈ ગયું હતું.તુરત દવાખાને લઇ જવાયા હતા જ્યાં તબીબો એ તેઓને મૃત જાહેર કર્યા હતા. ગીર ગઢડા પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ધોરણ સર ની કાર્યવાહી કરી છે.આ તરવરિયા યુવાને પ્રેમ માં નાશી પાસ થતાં આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ