સંતો-મહંતોએ આશીર્વચન પાઠવ્યા
સાવરકકુંડલા ખાતે કાર્યરત કાઠી વિદ્યાર્થી ભવન ખાતે નવા લાયબ્રેરી હોલ અને વિદ્યાર્થીઓ નો સત્કાર સમારંભ નુ આયોજન આગામી તા.14/4/26 ને મંગળવાર ના રોજ સવારે નવ કલાકે કાઠી વિદ્યાર્થી ભવન સાવરકુંડલા ખાતે યોજાયેલ હતુ. આ કાર્યક્રમ નુ દિપ પ્રાગટ્ય વિસામણ બાપુ પાળીયાદ ના મહંત મહામંડલેશ્ર્વર નિર્મળાબા , ગોરક્ષનાથ આશ્રમ ભવનાથ જુનાગઢ ના મહંત શેરનાથબાપુ , ચલાલા જગ્યા ના મહંત વલકુબાપુ તેમજ ધારાસભ્ય ગોંડલ ગીતાબેન જાડેજાના હસ્તે કરવામા આવ્યુ. આ પ્રસંગે ઉપસ્થિત સંતો કનીરામબાપુ વડવાળા જગ્યા દૂધરેજના પ્રતિનિધિ શાંતિબાપુ નવાસુરજ દેવળ, જસુબાપુ લટુરીયા હનુમાનજી મંદિર હિપા વડલી, વિજયબાપુ મહંત સતાધાર, જ્યોતિમૈયા સનાતન આશ્રમ બાઢડા, લાલનાથબાપુ રામાપીર આશ્રમ ચીતલ, ઉષામૈયા શિવ દરબાર આશ્રમ કાનાતળાવ, ભયલુબાપુ અખિલ ભારતીય સંત સમિતિ વિસામણબાપુ ની જગ્યા પાળીયાદ,ભક્તિરામ બાપુ માનવ મંદિર સાવરકુંડલા, બાપલુબાપુ દાનબાપુની જગ્યા સાવરકુંડલા,,શ્રી જીલુબાપુ દાનબાપુની જગ્યા કરજાળા વગેરે સંતો મહંતો સહીત ગુજરાત ભર ના સંતો ઉપસ્થિત રહી આશિર્વાદ આપ્યા હતા. કાઠી વિધ્યાર્થી ભવન ખાતે નવ નિર્મિત લાયબ્રેરી ભવનના નિર્માણ મા ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા પાંચ લાખના દાનની જાહેરાત કરી હતી.મુખ્ય દાતા વાપી સ્થિત ને ધારી તાલુકા ના ગઢીયા ગામના વતની દરબાર નજુભાઈ બદરુબાપુ વાળા, બહેન વિમળાબેન નજુભાઈ વાળા તથા અનિરુદ્ધભાઈ નજુભાઈ વાળા દ્વારા રુ.1111111/- અંકે અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર નુ દાન કરી ને સમાજ ને નવો રાહ ચિન્ધ્યો હતો. દડુબાપુ જીવાબાપુ ખવડ દ્વારા એક લાખનુ દાન તેમજ રાજુભાઈ જે. શેખવા કાઠી ક્ષત્રીય અગ્રણી એ એકવન હજાર ના દાનની જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખની છે કે 2021 મા બોર્ડીંગ મા સીમેન્ટ બ્લોક નાખવાની સાત લાખ ની ગ્રાન્ટ માજી ધારાસભ્ય પ્રતાપભાઈ દૂધાત દ્વારા ફાળવેલ હતી. આ કાર્યક્રમ ના અતિથિ વિશેષ રાજકીય અગ્રણીઓ તથા અધિકારીઓ તથા પદાધિકારીઓ કૌશિકભાઈ વેકરીયા મંત્રી ગુજરાત રાજ્ય ભરતભાઇ સુતરીયા સાંસદ અમરેલી, મહેશભાઈ કસવાળા ધારાસભ્ય સાવરકુંડલા,ગીતાબા જયરાજસિહ જાડેજા ધારાસભ્યશ્રી ગોંડલ,, ,પ્રતાપભાઈ દુધાત માજી. ધારાસભ્ય સાવરકુંડલા, નારણભાઈ કાછડીયા માજી. સાંસદ, હરેશભાઈ ચાંદુ ડી.વાય.એસ.પી. નવસારી, શ્રી રવિભાઈ પટગીર કાઠી ક્ષત્રીય અગ્રણી સહીત ઉપસ્થિત રહ્યા હતા.. આ કાર્યક્રમ મા શેરનાથ બાપુ એ શિક્ષણ ને મહત્વ આપવુ તેમજ સંસ્થા ના વિકાસ અને રાષ્ટ્ર ના વિકાસ માટે સમાજ જાગૃતિ જરુરી છે. તેમ જણાવ્યુ હતુ. દાન મહારાજ ચલાલા જગ્યા ના મહંતશ્રી વલકુબાપુએ જણાવ્યુ હતુ કે બદલાતા યુગ મા અન્ય સમાજ સાથે રહેવા માટે શિક્ષણ જરુરી હોવાનુ ને આ બોર્ડીંગ મા રહીને અભ્યાસ કર્યો હોવાનુ જણાવ્યુ હતુ. .તદ ઉપરાંત 2024/25 ના વર્ષમા કાઠી બોર્ડીંગ મા રહીને 37 જેટલા વિદ્યાર્થીઓ એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી હતી જેમાથી 21 વિદ્યાર્થીઓ એ પરીક્ષા પસ કરી ને જોબ મેળવેલી હતી તે સર્વે નુ સન્માન કરવામા આવ્યુ હતુ….આ કાર્યક્રમ નુ સંચાલન અજયભાઈ ખુમાણ તથા વિજયભાઈ ખુમાણ દ્ભારા કરવામા આવ્યુ હતુ.
