17 એપ્રિલ નારી શક્તિ માટે કાળો દિવસ : મંત્રી રીવાબા

સંસદમાં વિરોધ પક્ષે નારી આરંક્ષણ બીલ મંજૂર ન થવા દેવા અંગે રીવાબાએ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

રાજ્ય્ કક્ષાના મંત્રી રીવાબા જાડેજા આજે પ્રચાર માટે રાજકોટ આવ્યા હતા. આ તકે તેમણે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નારી શક્તિવનું સન્મા્ન માટેનો અવસર હતો 17 એપ્રિલનો એ દિવસ ઇતિહાસમાં નારી શક્તિાના સન્મારન માટે સુવર્ણ અક્ષરે લખાયો હોત પરંતુ કોંગ્રેસ પક્ષે વિરોધ કરતા આ દિવસ નારી શક્તિક માટે કાળો દિવસ બની ગયો છે. આ દેશની 70 કરોડ મહિલાઓનું અપમાન છે.
મહિલા અનામત બિલને લઈને ભાજપના કમલમ કાર્યાલય ખાતે મંત્રી રિવાબાએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, આ બિલ દેશની તમા મહિલાઓ અને યુવાઓ માટે હતી. આ બિલના માધ્યવમથી સામાન્યણ વર્ગની મહિલાઓ સંસદ સુધી પહોંચી શકતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે માત્ર કાગળ પર યોજનાઓ નથી બનાવી. ઉજવવલા યોજના, લખપતિ દીદી યોજના લાવ્યાા છે. અનેક રાજ્યોન છે જેમાં 50 ટકા મહિલાઓ અનામત છે. કોંગ્રેસે રાજનીતિ કરી છે અને બિલના વિરોધ માટે અલગ અલગ કારણો દર્શાવ્યાી હતાં. કોંગ્રેસ મહિલાઓ માટે વિરોધ કરે છે. જેનો હિસાબ દેશની મહિલાઓ કરશે.
મંત્રી રિવાબાએ વધુમાં કહ્યું કે, સ્થાાનિક સ્વલરાજ્યેમાં 50 ટકા મહિલા અનામત છે. વિધાનસભા અને લોકસભામાં મહિલાઓ પહોચી શકતી હતી. પરંતુ કોંગ્રેસે તેને રોકી દીધી છે જેનો હિસાબ દેશની મહિલાઓ અને યુવાનો કરશે. જે રીતે કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે જે ખૂબ જ દુ:ખદ બાબત છે. અનેક મહિલાઓ સંસદ સુધી પહોંચવા માગે છે પરંતુ થઈ શકયું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમે પ્રયત્ના કરતા રહીશું કે દેશની મહિલાઓ સંસદ સુધી પહોંચી શકે. કોંગ્રેસે રાજનીતિ અને ફાયદો જ જોયો છે. આ બિલ અમે એટલે જલ્દી0 લાવ્યાત હતા કેમ કે 2029 સુધીમાં આ લાગુ થઈ શકે.
રીવાબાએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓના અધિકાર રોકવા એ કોંગ્રેસની જીત બની ગઈ છે. કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છડ, વિલંબ અને દગાનો રહ્યો છે. મહિલાઓના અધિકાર એ કોંગ્રેસ માટે માત્ર ભાષણનો વિષય રહ્યો છે, નિર્ણયની બાબતમાં કોંગ્રેસ કયારે પણ મહિલા શક્તિધને આગળ વધવા નથી દીધી. બિલ પાસ ન થવા દેવું એ કોંગ્રેસનું પૂર્વનિયોજિત રાજકીય ષડયંત્ર હતું. મહિલા અનામત બિલ નામંજૂર થવાને લઈને પ્રદેશ ભાજપ મહામંત્રીઅનિરૂધ્ધયભાઈ દવેએ જણાવ્યુોં હતું કે, હિંદુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થા ન ધરાવતી મહિલાનું સન્માહનની તક મળી હતી. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની મહિલા અનામત નારી શકિત વિરોધી માનસિકતાના કારણે બિલ પસાર થઈ શકયું નથી. આ બિલ નામંજૂર થવાથી કરોડો મહિલાઓનું મનોબળ તૂટયું છે.

રિલેટેડ ન્યૂઝ