જાગૃત નાગરીકો દ્વારા કલેકટર સમક્ષ કરાયેલી રજુઆત
દૂધ અને તેની બનાવટ ચીજ પનીર ઘી અને મસાલા ચટણી હળદર ધાણાજીરૂ સહિતની ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ એ રાષ્ટ્રીય પ્રશ્નો થઈ પડ્યો છે તે બાબતે સરકારી ખાતાઓ નિરાશ અને નિષ્ક્રિય છે પણ લોકો જાગૃત થયા છે બધું જાણે છે જુએ છે પરંતુ ભ્રષ્ટ સરકારી અધિકારીઓ અને તેના કર્મચારીઓ નિમ્ભર અને નફટ છે તેને કોઈ ભય કે બીક નથી જેને કારણે આવા ભેળસેળિયાઓ કોઈપણ જાતની બીક વગર ખુલ્લેઆમ ભેળસેળ કરી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે જે ખૂબ જ ગંભીર છે ભેળસેળના સમાચારો પ્રિન્ટ અને ઇલેક્ટ્રીક મીડિયામાં સતત પેજ ઉપર બ્રેકિંગ ન્યુઝમાં અવારનવાર જોવા મળે છે છતાં પણ આવા ભેળસેળિયાઓ અને ભ્રષ્ટ સરકારી બાબુઓનું પેટનું પાણી પણ હલતું નથી આવા ભેળસેળમાં દેશભરમાં ગુજરાત બીજા નંબરે આવે છે તેમાં એ ઉપલેટા રાજકોટ જિલ્લામાં પ્રથમ ક્રમે આવે છે દૂધ એ નાના બાળકો બીમાર અને વૃદ્ધ લોકો માટે ખૂબ જ મહત્વની ખાદ્ય વસ્તુ છે.
હાલની હાઈ પાવર ની દવા સામે ડોક્ટર દર્દીઓને દૂધ સાથે દવા લેવાનું કહે છે દૂધ એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સંપૂર્ણ ખોરાક ગણવામાં આવે છે નાનું બાળક 4 થી 5 વર્ષનો થાય ત્યારે મોટાભાગે તેનો નિભાવ માતાના ધાવણ અને ગાય ભેંસ બકરી જેવા દુધાળા પશુઓના દૂધથી થતો હોય છે ઉપલેટા વિસ્તારમાં દૂધમાં વાઈટ ઓઇલ યુરિયા ખાતર પામતેલ જ્યારે ઘીમાં વેજીટેબલ ઘી તો ઠીક પણ ઢોરની ચરબી સહિતની અખાદ્ય વસ્તુઓ ખુલે આમ ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે રાજ્યભરમાં ફૂડ ખાતું છે જેની જિલ્લા તાલુકા વાઈસ કચેરીઓ અને તેના અધિકારીઓ મૂકવામાં આવ્યા છે તેમજ જિલ્લાના સર્વે સર્વો કલેકટર આ બધું જ જાણે છે અને આ બાબતે અવારનવાર અખબારોમાં સમાચારો પ્રસિદ્ધ થાય છે આગેવાનો અને લોકો પત્રો દ્વારા અને રૂબરૂ રજૂઆતો કરે છે પરંતુ આજ દિવસ સુધી આવા ભેળસેળિયાઓ સામે કોઈ પગલાં લેવામાં આવેલ નથી આવા ભેળસેળયુક્ત દૂધ લિટરના 70 થી 80 રૂપિયા જ્યારે ઘીના કિલોના રૂપિયા 700 થી 1000 જેવા ઉંચા ભાવ લેવામાં આવે છે આવા દૂધ અને ઘી મોટાભાગે પશુપાલકો તેમના ઘેર કે ખેતર વાડીએથી જ ભેળસેળ કરીને જ સીધું દૂધની ડેરીઓમાં કે લોકોને ઘેર ઘેર ડીલેવરી કરતા હોય છે.
જ્યારે જ્યારે આવા સમાચારો અખબારમાં પ્રસિદ્ધ થાય તેના બીજા જ દિવસે ફૂડ ખાતા ના અધિકારીઓ ઉપલેટા ચોક્કસ આવે છે પરંતુ ખોટા નમુનાઓ લઈ નીલપંચનામાં કરી વધારાના હપ્તા લઇ જતા રહે છે ભેળસેળ બાબતે કાયદામાં કડક સજાની જોગવાઈ હોવા છતાં આવા ભ્રષ્ટ અધિકારીઓના પાપે ભેળસેડિયાઓને કોઈની બીક નથી વર્તમાન કલેક્ટર કાયદા પાલનના ચુસ્ત આગ્રહી હોય ત્યારે આવી ભેળસેળ રોકવાનો એક જ રામબાણ ઈલાજ છે કે કલેક્ટર દૂધ ઘી સહિતની ખાદ્ય ભેળસેળ માટે સ્પેશિયલ ફ્લાઈંગ કોડની તાત્કાલિક રચના કરે તેવી માંગ કરાઇ છે.
