તાલાલા તાલુકાનાં વિરપુર ગીર ક્રિકેટ એસોસિએશનની ખેલાડીનું અંડર-17 ગુજરાત ટીમમાં સિલેક્શન થયું

હરીયાણા ખાતે 26 એપ્રિલથી શરૂ થનાર રાષ્ટ્રીય સ્પર્ધામાં સાક્ષીબેન રાવત ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

તાલાલા તાલુકાનાં વિરપુર ગીર ગામે આવેલ ગીર ક્રિકેટ એસોસિએશન ની ખેલાડીનું સ્કૂલ ગેમ નેશનલ અંડર-17 માં ગુજરાત ની ટીમમાં સિલેકશન થતાં ગીર ક્રિકેટ એસોસિયેશનમાં ખુશીનો માહોલ સર્જાયો છે. ગીર ક્રિકેટ એસોસિએશનના કોચ ભાવિકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ તાલીમ લેતાં પ્રતિભાશાળી વિકેટકીપર-બેટ્સમેન સાક્ષીબેન રાવત નું સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા (જૠઋઈં) અંતર્ગત અંડર-17 નેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ગુજરાત રાજ્યની ટીમમાં સિલેક્શન થયું છે.આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધા તા.26 એપ્રિલ 2026 થી હરિયાણા ખાતે યોજાશે જેમાં સાક્ષીબેન રાવત ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામના સાક્ષીબેન હાલમાં જય ભવાની સ્કૂલમાં અભ્યાસ કરે છે અને શિક્ષણ સાથે ક્રિકેટ ક્ષેત્રે સતત ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે.સાક્ષીબેનના પિતા મહેશભાઈ રાવત સૌરાષ્ટ્ર સિમેન્ટ લિ.(મોરાસા) મિકેનિકલ વિભાગમાં સિનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. સાક્ષીબેન રાવતે સખત મહેનત,અનુશાસન અને રમત પ્રત્યેની નિષ્ઠાના આધારે સફળતા પ્રાપ્ત કરી છે.વિકેટકીપિંગમાં ચપળતા અને બેટિંગમાં સ્થિર પ્રદર્શન ઉપરાંત કોચ ભાવિકસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવતી ગુણવત્તાસભર તાલીમ અને આધુનિક કોચિંગ પદ્ધતિઓના પરિણામે એસોસિએશનના ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે.ગીર ક્રિકેટ એસોસિએશન પરિવાર,કોચિંગ સ્ટાફ તથા ક્રિકેટપ્રેમીઓએ સાક્ષીબેન રાવતને હાર્દિક અભિનંદન પાઠવી નેશનલ ટુર્નામેન્ટ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

રિલેટેડ ન્યૂઝ