ગુજરાતના સિનેમેટિક અને સ્પોર્ટ્સ લેન્ડસ્કેપને ફરીથી ગઢતી ‘ફિલ્મવાલે’ એપ

પાર્થિવ ગોહિલ, માનસી પારેખ અને ધવલ ઠક્કરની ત્રિપુટી દ્વારા મનોરંજન ક્ષેત્રે નવાં વેન્ચર્સનું અનાવરણ 150 થી વધુ બ્રાન્ડ્સ અને રોકાણકારોનું નેટવર્ક

ગુજરાતી મનોરંજન ઉદ્યોગ હવે એક મોટા પરિવર્તન તરફ ડગ માંડી રહ્યો છે. જાણીતા કલાકાર પાર્થિવ ગોહિલ, માનસી પારેખ અને ઉદ્યોગસાહસિક ધવલ ઠક્કરની ત્રિપુટીએ સાથે મળીને મનોરંજન ક્ષેત્રે ક્રાંતિ લાવનારા અનેક પ્રોજેક્ટ્સનું એલાન કર્યું છે. આ ગઠબંધનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાનો અને કલાકારોને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
આ જાહેરાતનું સૌથી મોટું આકર્ષણ ’ગુજરાત સેલિબ્રિટી ક્રિકેટ પ્રીમિયર લીગ’ (ૠઈઙક) છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર મનોરંજન જગતના સિતારાઓ અને સોશિયલ મીડિયાના લોકપ્રિય ક્ધટેન્ટ ક્રિએટર્સ એકસાથે મેદાન પર ક્રિકેટ રમતા જોવા મળશે. ચાર ડાયનેમિક ટીમો વચ્ચે રસાકસીભર્યો જંગ જામશે, જોકે ટીમોના નામ અને ખેલાડીઓની વિગતો આગામી સત્તાવાર લોન્ચિંગમાં જ જાહેર કરવામાં આવશે. આ જાહેરાતને પગલે અત્યારથી જ ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વધુમાં,SOUL SUTRA R.D.BROTHERS દ્વારા ’ફિલ્મવાલે’ નામની એક અનોખી એપ રજૂ કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના રોજિંદા કામકાજને સરળ બનાવશે. શૂટિંગના આયોજનથી લઈને કલાકારો અને ટેકનિશિયનો વચ્ચેના તાલમેલ સુધીની તમામ જટિલ પ્રક્રિયાઓને આ એપ દ્વારા ડિજિટલ અને પારદર્શક બનાવવામાં આવશે. ગુજરાતી સિનેમાના વ્યવસ્થિત વિકાસ માટે આ એક સીમાચિહ્નરૂપ પગલું ગણાય છે.
‘ફિલ્મવાલે’ પ્લેટફોર્મ ઉદ્યોગના મુખ્ય પાસાઓને એક જ જગ્યાએ જોડે છે અને સુવ્યવસ્થિત તથા સરળ અભિગમ દ્વારા ઉદ્યોગના કેટલીક મહત્વપૂર્ણ પડકારોને ઉકેલવાનો પ્રયાસ કરે છે. આ પ્લેટફોર્મ 450થી વધુ પસંદગી કરાયેલા શૂટિંગ લોકેશન્સ સુધી પહોંચે છે, જેના કારણે લોકેશન શોધવાની પ્રક્રિયા વધુ ઝડપી અને કાર્યક્ષમ બને છે. તે ઉપરાંત, તેમાં મજબૂત ટેલેન્ટ પૂલ પણ ઉપલબ્ધ છે, જેમાં કલાકારોના વિગતવાર પ્રોફાઇલ્સ અને તેમના અગાઉના કામને રજૂ કરવામાં આવશે , જેથી સહયોગ અને પસંદગી સરળ બને.

રિલેટેડ ન્યૂઝ