મૈરિંગો સિમ્સે સફળ ડયુઅલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ (લિવર અને કિડની) સાથે બેન્ચમાર્ક હાંસલ કર્યો, દર્દીને નવજીવન મળ્યું

મૈરિંગો સિમ્સ હોસ્પિટલે ખૂબ જ જટિલ લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ એક સાથે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જેના થી નવસારીના 50 વર્ષીય દર્દીને નવું જીવન મળ્યું છે, જે એક દશકથી વધુ સમયથી કોનિક લીવર રોગ અને ત્રણ વર્ષથી લાસ્ટ-સ્ટેજ કિડની ફેલ્યોર સામે ઝઝુમી રહ્યા હતા.
આ દર્દીને 29 માર્ચ 2026 ના રોજ ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવ્યા હતા તથા તેમને તાત્કાલિક કમ્બાઇન્ડ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. વિગતવાર મૂલ્યાંકન અને ચોક્કસ પ્લાનિંગ પછી, એક કેડેવરિક ડોનર તેમની આ સફરમાં મદદગાર બન્યા. આ પ્રક્રિયામાં ઓર્થોટોપિક લીવર ટ્રાન્સપ્લાન્ટ અને જમણા ઇલિયાક ફોસામાં રેનલ ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થતો હતો, જે એક્સપર્ટ્સની મલ્ટિડિસિપ્લિનરી ટીમ દ્વારા સરળતાથી હાથ ધરવામાં આવી હતી.
આ કેસની સફળતામાં એક મહત્વપૂર્ણ ફેક્ટર કોલ્ડ ઇસ્કેમિયા ટાઇમ (ઈઈંઝ) નો એકાએક ઘટાડો હતું, જે ડોનર ઓર્ગન્સનાં ઝડપી અને હાઇલી કોર્ડિનેટેડ એરલિફ્ટ અને અસાધારણ સર્જિકલ કાર્યક્ષમતા દ્વારા પ્રાપ્ત થયું હતું. લીવર અને ઇંઙઇ સર્જરી ડિપાર્ટમેન્ટનાં ડિરેક્ટર ડો. ગૌરવ પટેલના નેતૃત્વમાં કરવામાં આવેલી આ સર્જરીએ ઝીરો બ્લડ ટ્રાન્સફ્યુઝનનું નોંધપાત્ર માઇલસ્ટોન પણ હાંસલ કર્યું હતું, જે ઝીણવટભરી સર્જિકલ ચોકસાઈ અને ઓપ્ટિમાઇઝડ પેશન્ટ મેનેજમેન્ટને પ્રતિબિંબિત કરે છે.

રિલેટેડ ન્યૂઝ