વધતી રોકાણકાર માગણી અને સંપત્તિ નિર્મિતીની તકોનો લાભ લેવા માટે પ્રાદેશિક હાજરી મજબૂત બનાવી
80 વર્ષના વારસા સાથેની ભારતની સૌથી સન્માનિત નાણાકીય સેવાઓની કંપનીમાંથી એક ધ પ્રભુદાસ લીલાધર ગ્રુપ- પીએલ કેપિટલ દ્વારા રાજકોટમાં તેની શાખા શરૂ (7મો માળ, ઓફિસ નં. 711, 712, 713, આરકે પ્રાઈમ, નાના માવા સર્કલ નજીક, 150 ફીટ રિંગ રોડ) કરવામાં આવી હોવાની ઘોષણા કરી છે, જે મુખ્ય પ્રાદેશિક બજારમાં તેની હાજરી વધુ મજબૂત બનાવવાની અને પ્રદેશમાં ગ્રાહકો માટે વ્યાપક નાણાકીય સેવાઓને પહોંચ આપવાની તેની એકદારી કટિબદ્ધતા દર્શાવે છે.
રાજકોટ શાખા પીએલની સ્ટાર પ્રોડક્ટ એવાપીએમએસ સહિત બ્રોકિંગ, એસેટ મેનેજમેન્ટ ઓફર કરતી સંપૂર્ણ સેવા શાખા રહેશે. ટોપ ક્વોર્ટાઈલમાં ભારતની પ્રથમ કવેન્ટ પીએમએસ રેન્ક્ડ પીએલ પ્રાઈવેટ વેલ્થ ડિવિઝન એચએનડબ્લ્યુઆઈ, વ્યક્તિગતો, કોર્પોરેટ ટ્રેઝરીઓ અને પારિવારિક ઓફિસો સહિત વ્યાપક શ્રેણીના ગ્રાહકોને સેવા આપવા માટે એસેટ ક્લાસીસ, ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ સર્વિસીસ અને સિક્યુરિટીઝ ફાઈનાન્સને બીસ્પોક સલાહ આપશે. શાખા રોકાણકારોને પીએલની એવોર્ડ વિજેતા સંશોધન ક્ષમતાઓનો લાભ લેવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને તેમને સંપત્તિ નિર્માણ અને સંવર્ધન હેતુઓમાં મદદરૂપ થશે. આ હાજરીને કારણે અમે પ્રદેશમાં મુખ્ય ઉત્પાદન કેન્દ્રોની નજીક પહોંચી શકીશું, જે તેના માળખાબદ્ધ મૂડી સમાધાન અને એડવાઈઝરી સાથે પીએલ કેપિટલની ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગમા લાભ લઈ શકે છે.
