ગુજરાત એટીએસનું પાટણ અને મુંબઈમાં ઓપરેશન દેશ વિરોધ પ્રવૃતિ કરતા બે શખ્સોની ધરપકડ

ભારતમાં ગઝવા-એ-હિન્દનું ખ્વાબ જોતા બન્ને શખ્સો પાસેથી ઉશ્કેરણીજનક સાહિત્ય અને વાંધાજનક સામગ્રી જપ્ત

ભારતમાંથી આતંકવાદનો સફાયો કરવા સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે જ તેવા સમયે ગુજરાત એટીએસ દ્વારા ઓપરેશન હાથ ધરીને પાટણ તથા મુંબઇમાંથી દેશ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ બે શખ્સોની વિરુધ્ધ યુધ્ધ કરવાના ષડયંત્રમાં સામેલ આ બંને શખ્સો પાસેથી ઉશ્કેલણીજનક સાહિત્ય સહિતની વાંધાજનક સામગ્રી પણ કબ્જે કરવામાં આવી છે. દિલ્હી પોલીસે બે દિવસ પૂર્વે આ જ નેટવર્કનો ભાંડો ફોડ્યો હતો અને મહારાષ્ટ્ર-ઓડિશા સહિત ત્રણ રાજ્યોમાંથી ચાર શખ્સોને ઉપાડ્યા હતા. ગુજરાત એટીએસે પકડેલા બન્ને શખ્સો પણ આ જ નેટવર્કનો ભાગ હોવાનું મનાય છે.
ગુજરાત અઝજ દ્વારા પકડાયેલા બે આરોપીમાં પહેલો આરોપી 22 વર્ષીય ઇરફાન ખાન પઠાણ છે, જે પાટણના સિદ્ધપુરનો રહેવાસી છે. ઇરફાને મહેસાણાથી ખજભ કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે, અને તે હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. બીજો આરોપી 21 વર્ષીય મુર્શિદ જહીદ અખ્તર શેખ મૂળ બિહારનો છે, અને તેણે 8 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. મુર્શિદ મુંબઈમાં પોતાના ભાઈ સાથે બિરયાનીની દુકાનમાં કામ કરતો હતો.
ગુજરાત અઝજ ટીમ દ્વારા બાતમીના આધારે 22 વર્ષીય ઇરફાન ખાન પઠાણની સિદ્ધપુરથી તથા સ્થાનિક પોલીસની મદદથી મુર્શિદની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આ બંને યુવકોનો અગાઉનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. હાલમાં આ બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 148 અને 61 હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.
ડીવાયએસપી વીરજીત સિંહ પરમારના નેતૃત્વ હેઠળ થયેલીતપાસમાં ખુલ્યું છે કે આ બંને યુવકો છેલ્લા 7 મહિનાથી વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ હતા. તેઓ 12-13 સભ્યોના એક અત્યંત ક્લોઝ ગ્રુપમાં જોડાયેલા હતા, જેમાં ભારતમાં ’ગઝવા-એ-હિન્દ’ સ્થાપવા અંગે ચર્ચાઓ ચાલતી હતી.
આ યુવકો ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ઈંજઈંજ જેવા કટ્ટરપંથી અને રેડિકલ સંગઠનોની વિચારધારાથી પ્રભાવિત હતા. પોલીસ તપાસ મુજબ આ બંને યુવકોને કોઈ હેન્ડલર દ્વારા ઓપરેટ કરવામાં આવતા ન હતા, પરંતુ તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપૂર્ણપણે પોતાની જાતે જ ’સેલ્ફ-રેડિકલાઈઝ્ડ’ થયા હતા.
આ આરોપીઓનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં પોતાની વિચારધારા ધરાવતા લોકોને શોધીને ભેગા કરવા, અને એક સંગઠન બનાવવાનો હતો. તેઓ દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવા માટે લોકો પાસે ફંડિંગ એકઠું કરવા અને હથિયારો જમા કરવાની ફિરાકમાં હતા. જોકે, તેઓ કોઈ જગ્યાની ફિઝિકલ રેકી કરે કે હુમલાના પ્લાનને અંતિમ સ્વરૂપ આપે તે પહેલાં જ ગુજરાત અઝજ દ્વારા તેમના બદઈરાદાને નાકામ કરવામાં આવ્યા છે.
બંને આરોપી યુવકોના મોબાઈલમાંથી અનેક વાંધાજનક પુરાવા અને સાહિત્ય મળી આવ્યા છે. આ ગ્રુપમાં અન્ય કેટલા સભ્યો જોડાયેલા છે, અને કોની સામે એક્શન લેવા તે અંગે ઋજક અને ટેક્નિકલ એનાલિસિસ મારફતે ઊંડી તપાસ ચાલી રહી છે. ગુજરાત અઝજ ટીમના હાથે અત્યંત વાંધાજનક સાહિત્ય પણ લાગ્યું છે, જેની વધુ તપાસ ચાલુ છે.

રિલેટેડ ન્યૂઝ