ભારતીય અરજદારો માટે કેનેડાના વિઝા મેળવવાની પ્રક્રિયા ઝડપી બની

ભારતમાંથી વિઝિટર વિઝા માટેનો પ્રોસેસિંગ સમય ઘટીને ૨૩ દિૃવસ, સ્ટડી
પરમીટનો સમય ૩ સપ્તાહનો કરાયો

કેનેડા જવાની ઈચ્છા ધરાવતા ભારતીય નાગરિકો માટે ઈમિગ્રેશન વિભાગ તરફથી રાહતના સમાચાર આવ્યા છે. કેનેડાની સત્તાવાર ઇમિગ્રેશન એજન્સી, ઇમિગ્રેશન, રેયુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના ડેટા દૃર્શાવે છે કે વિવિધ વિઝા શ્રેણીઓ માટેના પ્રોસેિંસગ સમયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સુધારો ખાસ કરીને ભારતીય પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ માટે વરદૃાન સમાન સાબિત થશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડાના વિઝા મેળવવાની પ્રક્રિયા વધુને વધુ જટિલ અને સમય માંગી લે તેવી બની ગઈ હતી. પરંતુ નવા ડેટા મુજબ, ભારતમાંથી વિઝિટર વિઝા માટેનો પ્રોસેિંસગ સમય અગાઉના ૩૭ દિૃવસથી ઘટીને હવે માત્ર ૨૩ દિૃવસ થઈ ગયો છે. આનો અર્થ એ છે કે ભારતીય મુલાકાતીઓને હવે પહેલા કરતા લગભગ બે અઠવાડિયા વહેલા વિઝા મળી શકશે.એ જ રીતે, કેનેડામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્ટડી પરમિટનો સમય પણ ૪ અઠવાડિયાથી ઘટાડીને ૩ અઠવાડિયા કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ