ગુંગળામણ થતા બે મહિલા એક પુરૂષ સહિતનાને સારવારમાં ખસેડાયા: લીફટના દરવાજા તોડી બધાને બહાર કઢાયા
ધોરાજી નગર પાલિકા માં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કર્મીઓ એમની વિવિધ માંગણીઓ ને લઈ ને આવેદન પત્ર આપવા ગયા હતા. ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર ને પોતાની રજૂઆત કરવા માટે થોડા મહિલા પુરુષો લિફ્ટમાં બેસી ઉપર ના માળે જતા હતા જે વખતે કોઈ કારણોસર લિફ્ટ બંધ થઈ જતા
લિફ્ટ માં રહેલા સફાઈકર્મી ભાઈઓ બહેનો એ બચાવો ની બૂમો પાડતા થોડા સમય પછી કર્મચારીઓ અને અન્ય સાથી સફાઈકર્મી દોડી આવ્યા હતા.
અને ભારે જહેમત બાદ લિફ્ટ ના દરવાજા નહીં ખુલતા અંતે લિફ્ટ ના દરવાજા તોડવા પડ્યા હતા. આ ઘટના બનતા પાલિકાના ચીફ ઓફિસર જયમલ મોઢવાડીયા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ દોડી આવ્યા હતા. અને લિફ્ટ માં ગૂંગળામણ ને લઈ બે મહિલાઓ અને એક પુરુષ સફાઈકર્મી બેભાન થઈ ગયા હતા. જેમણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા સારવાર અપાઈ હતી. તમામ સફાઈકર્મી ની હાલત સ્થિર હોવાની જાણકારી મળી હતી.
1 પુરુષ અને 4 મહિલાઓ ને લિફ્ટ માં ગૂંગળામણ થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.
