બમ બમ ભોલે અને જય કેદૃારના નારા લાગ્યા
ઉત્તરાખંડમાં આવેલા પવિત્ર કેદૃારનાથ ધામ ખાતે ચારધામ યાત્રા ૨૦૨૬નો ભવ્ય પ્રારંભ શ્રદ્ધા અને ભક્તિભાવના વાતાવરણ વચ્ચે થયો છે.
બમ બમ ભોલે અને જય કેદૃારના ગગનભેદૃી નારાઓ વચ્ચે શુભ મુહૂર્તમાં મંદિૃરના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર કેદૃારઘાટી ભક્તિમય બની ગઈ હતી. કપાટ ખુલતાની સાથે જ હજારો શ્રદ્ધાળુઓએ બાબા કેદૃારના દૃર્શન કરી આશીર્વાદૃ મેળવ્યા હતા.
અક્ષય તૃતીયાના શુભ અવસરે ચારધામ યાત્રાનો પ્રારંભ પહેલાથી જ ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામના કપાટ ખુલવાથી થઈ ચૂક્યો હતો, જ્યારે આગામી પડાવ તરીકે બદ્રીનાથ ધામના કપાટ ૨૩ એપ્રિલે ખોલાશે.
આ સાથે સમગ્ર ચારધામ યાત્રા પૂરજોશમાં શરૂ થવાની તૈયારીમાં છે અને દૃેશભરમાંથી લાખો ભક્તો ઉત્તરાખંડ તરફ પ્રયાણ કરી રહૃાા છે.
કેદૃારનાથ ધામમાં આ વર્ષે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિૃર સંકુલને લગભગ ૫૧ ક્વિન્ટલ તાજા ફૂલોથી સજાવવામાં આવ્યું હતું, જે ઋષિકેશ અને આસપાસના વિસ્તારોમાંથી લાવવામાં આવ્યા હતા.
રંગબેરંગી ફૂલોથી સજાયેલું મંદિૃર ભવ્ય અને દિૃવ્ય દ્રશ્ય સર્જતું હતું.
કપાટ ખુલવાની ક્ષણ જોવા માટે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદૃેશથી પણ મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા.
ધાર્મિક માન્યતાઓ અનુસાર કેદૃારનાથ ધામ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાં અગિયારમા જ્યોતિર્લિંગ તરીકે અત્યંત પવિત્ર માનવામાં આવે છે.
