2026માં 6.4% અને 2027માં 6.6% વૃદ્ધિની આશા: આગામી વર્ષોમાં ફુગાવો 4.4% ની આસપાસ રહેશે
રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીય વર્ષ 2027 માટે ભારતનો વિકાસ દરનો અંદાજ ઘટાડી દીધો છે. એજન્સીએ અગાઉ 6.8% વૃદ્ધિનો અંદાજ લગાવ્યો હતો, પરંતુ હવે તેને ઘટાડીને 6% કરી દીધો છે. મૂડીઝે આ માટે મુખ્યત્વે પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને જવાબદાર ગણાવ્યું છે, જેના કારણે ઊર્જા (તેલ અને ગેસ) અને કાચા માલના ભાવમાં વધારો થયો છે. સત્તાવાર અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 2026 માં દેશનો ૠઉઙ વૃદ્ધિ દર 7.6% રહેવાની ધારણા છે.
મંગળવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં, મૂડીઝે જણાવ્યું હતું કે ઊર્જાના ભાવમાં વધારો ભારતની વેપાર ખાધને વધારી શકે છે. ઇંધણ અને ખાતર સબસિડી પર વધુ ખર્ચ કરવાથી સરકારી તિજોરી પર દબાણ વધશે, જેનાથી ૠઉઙ વૃદ્ધિ ધીમી પડી શકે છે. જોકે, ભારતના મજબૂત વિદેશી હૂંડિયામણ ભંડાર અને સેવાઓની નિકાસ અર્થતંત્રને ટેકો આપશે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર આ વર્ષે ભારતની અર્થવ્યવસ્થા 6.4% અને 2027 માં 6.6% ના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન કરે છે. સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક આયોગ ફોર એશિયા-પેસિફિક (ઊજઈઅઙ) એ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે દક્ષિણ અને દક્ષિણપશ્ર્ચિમ એશિયાના અર્થતંત્રો 2025 માં 5.4% ના દરે વૃદ્ધિ હતી જે 2024 માં 5.2% હતી.
