સિકકીમના 50માં સ્થાપના દિને વડાપ્રધાનના હસ્તે રૂા.4000 કરોડની વિકાસ પરિયોજનાની ભેટ
વડાપ્રધાન મોદીએ સિકકીમમાં રૂા.4000 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કર્યો હતો. આ અવસરે તેમણે સિકકીમને પુર્વ ભારતનું સ્વર્ગ બતાવતા પ્રકૃતિ પ્રેમી પર્યટકોને રાજયના ઓર્કિડેરિયમનું ભ્રમણ કરવાનો આગ્રહ કર્યો હતો. ગંગટોકમાં સંબોધન દરમિયાન પીએમે કહ્યું હતું કે સિકકીમ એક ભારત શ્રેષ્ઠ ભારતનું સશકત પ્રતીક છે. ખાસ કરીને એવા સમયે જયારે દેશને ધર્મ અને રાજનીતિના આધાર પર પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
મોદીએ જણાવ્યું હતું કે સિકકીમના સ્વચ્છ રસ્તાઓ અને શુદ્ધ હવા એ વાતનું પ્રમાણ છે કે અહીંના લોકો પ્રકૃતિ સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સાથે સાથે તેમણે જોર આપ્યું કે પર્યટન રાજયની અર્થવ્યવસ્થાની કરોડરજજુ છે અને સરકારનું મુખ્ય ફોકસ અહીં કનેકટીવીટી અને આધારભૂત માળખાને મજબૂત કરવાનું છે. ઉલ્લેખનીય છે કે સિકકીમના 50 વર્ષ પુરા થવા પર રૂા.4000 કરોડની વિકાસ પરિયોજનાઓની ભેટ મળશે. જે વિભિન્ન ક્ષેત્રોમાં પાયાનું માળખુ અને સુવિધાઓને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
પોતાના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન સ્વર્ણ જયંતી મૈત્રી મંજરી પાર્કમાં આવેલ ઓડીટેરિયમની મુલાકાત લેશે. આ પાર્ક એક વિશ્ર્વસ્તરીય ઓર્કિડ અનુભવ કેન્દ્ર તરીકે વિકસીત કરવામાં આવ્યા છે.
