કેન્દ્ર સરકાર દેશભરમાં નેશનલ હાઈવે પર 25 નવી ઈમરજન્સી લેન્ડીંગ પટ્ટીઓ બનાવવા જઈ રહી છે. સરકારનું આ મિશન પસંદગીના હાઈવે પર રસ્તો જ નહીં, બલ્કે હવાઈ પટ્ટીઓ પણ બનવા દેવાશે, જયાંથી સૈન્ય વિમાન ઉડાન ભરી શકશે.
આ પહેલી વાર છે કે જયારે હાઈવેને ડ્રોનની જરૂરતોના હિસાબે તૈયાર કરવામાં આવી રહ્યા છે. પટ્ટીઓ પાસે ડ્રોન પાર્ટસનું નિર્માણ યોજનાનો મહત્વનો ભાગ છે. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સરહદથી સમુદ્ર સુધી ઈમરજન્સી રનવેની જાળ ભારતની રણનીતિક સુરક્ષા માટે ગેમ ચેન્જર માનવામાં આવી રહી છે. આનો મુખ્ય ઉદેશ એ છે કે યુદ્ધ દરમિયાન દુશ્મન જો આપણા મુખ્ય એરબેઝને નિશાન બનાવે છે તો ભારતીય વાયુસેનાની મારક ક્ષમતા પર કોઈ ફરક ન પડે. રાફેલ અને સુખોઈ જેવા લડાયક વિમાન દેશના કોઈપણ ભાગમાં ઉડાન ભરીને દુશ્મનના દાંત ખાટા કરી શકે. તેમણે જણાવ્યું હતું કે રણનીતિ અંતર્ગત જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઉતરાખંડ, પુર્વોતર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં સુરક્ષાનો નવો ઘેરો બનાવવામાં આવી રહ્યા છે, જયાં ઈમરજન્સીમાં લડાયક વિમાનોની ઈમરજન્સી લેન્ડીંગ થઈ શકે.
અગાઉથી છે કેટલીક પટ્ટીઓ: દેશમાં 12થી15 ઈમરજન્સી લેન્ડીંગ પટ્ટીઓ ઓપરેશનલ છે. ફેબ્રુઆરી 2026માં આસામના મોરાન (એનએચ-37)માં ઉત્તર-પુર્વની પહેલી પટ્ટીનું ઉદઘાટન વડાપ્રધાને કર્યું હતું. જયારે ભારતની પહેલી ઈમરજન્સી હવાઈ પટ્ટી રાજસ્થાનના બાડમેર (એચએન-925એ) પર બની હતી. આ ઉપરાંત પૂર્વાંચલ એકસપ્રેસ વે, ગંગા એકસપ્રેસ વે પર આ સુવિધા છે.
