કેંટાબિલે ગુજરાતના ભાવનગરમાં કર્યો નવા એક્સક્લુસિવ સ્ટોરનો શુભારંભ

ભારતના જાણીતા વસ્ત્ર ઉત્પાદક અને અગ્રણી રિટેલર, કેંટાબિલ રિટેલ ઈન્ડિયા લિમિટેડે ભાવનગરમાં પોતાનો નવો સ્ટોર ખોલીને ગુજરાતમાં પોતાની ઉપસ્થિતિને વધુ મજબૂત કરી છે. 1460 ચોરસ ફૂટ એરિયામાં ફેલાયેલ આ બ્રાન્ડ સ્ટોર ઇમ્પીરિયલ આર્ક, વાઘવાડી રોડ, ભાવનગર યુનિવર્સિટી સામે આવેલો છે, જે બ્રાન્ડના વિસ્તરણની યાત્રામાં એક મહત્વપૂર્ણ પડાવ છે.
પુરૂષો માટે કેઝ્યુઅલ, પાર્ટી અને ફોર્મલ વેરનું વિશાળ કલેક્શન અને એક્સેસરીઝની સૌથી ટ્રેન્ડી રેંજ પૂરી પાડવા માટે સમર્પિત, કેંટાબિલે રિટેલ અનુભવને નવેસરથી વ્યાખ્યાયિત કર્યો છે. કેંટાબિલે ફેશન ઇન્ડસ્ટ્રીમાં એક અગ્રણી કંપની તરીકે પોતાની જગ્યા પાકી કરી લીધી છે. આ ભવ્ય લોન્ચ પર ટિપ્પણી કરતા, કેંટાબિલ રિટેલ ઈન્ડિયા લિમિટેડના ડાયરેક્ટર શ્રી દીપક બંસલે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું, અમે ભાવનગરમાં અમારો પોતાનો નવો મેન્સ અને એક્સસરીઝને એક્સક્લુસિવ સ્ટોર શરૂ કરીવા માટે ઉત્સાહિત છીએ. કેંટાબિલે મિડ-પ્રીમિયમ સેગમેંટમાં ખૂબ જ પ્રશંસા મેળવી છે, જે કસ્ટમર્સને પસંદ આવી રહી છે. અમારો નવો સ્ટોર મેન્સ અને તેમની એક્સેસરીઝ માટે ફેશન-ફોરવર્ડ કપડાની એક વિશાળ રેંજ દર્શાવશે. સમગ્ર ભારતમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ સાથે, અમે આગામી વર્ષોમાં પોતાના રિટેલ બિઝનેસને વધુ અન્ય પ્રદેશોમાં વિસ્તારવા માટે કટિબદ્ધ છે.
કેંટાબિલે સતત લેટેસ્ટ સ્ટાઇલની સાથે પ્રીમિયમ કપડા પ્રદાન કર્યા છે, જે બદલાતા ફેશન વાતાવરણને દર્શાવે છે. બ્રાન્ડ ક્લાસિક અને સ્ટાઇલિશ કપડાની રેંજ બનાવવાનું જાળવી રાખતી હોવાથી, તે કસ્ટમર્સને બેજોડ ફેશન એક્સપીરિયંસ આપવા માટે સમર્પિત રહે છે.

રિલેટેડ ન્યૂઝ