સરકારી કચેરીઓમાં પણ શકય હોય ત્યાં વર્ક-ફ્રોમ હોમ, સેમીનાર-પરિષદોમાં-વિડીયો કોન્ફરન્સ: મંત્રીઓ-અધિકારીઓ પ્રવાસ ટાળશે
છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલની પરીસ્થિતિમાં દેશની વધતી જતી વ્યાપાર-ખાધને સંતુલીત બનાવવા ક્રુડતેલથી સોના આયાત બિલ મોટું કરવા જે રીતે પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટાડવાથી સોનાની ખરીદી એક વર્ષ મુલત્વી રાખવા સહિતની અપીલ કરી તેમાં હવે ખુદ સરકાર પણ એકશનમાં આવી ગઈ છે અને દિવસમાં નાણા તથા વ્યાપાર મંત્રાલય વચ્ચે બેઠકોનો દૌર શરૂ થયો છે. સરકારની હવે સૌથી મોટી આવશ્યકતા બિનજરૂરી આયાત તથા ડોલરનો ફલો દેશ બહાર જતા ઘટાડવાનો છે અને તે માટે અનેક વિકલ્પો પર વિચારણા શરૂ થઈ છે અને એક-બે દિવસમાં જાહેરાતો કરવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલય આ અંગે નાણા-વ્યાપાર મંત્રાલય તથા રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા સાથે સંતલત કરી રહ્યું છે.
ખાસ કરીને બિનજરૂરી આયાત- સોનાથી લઈ ઈલેકટ્રોનીક- સામાનની આયાત પર નિયંત્રણ આવી શકે છે.સરકાર સૌ પ્રથમ તો ઈંધણના ભાવમાં વધારો કરશે જે હવે તૈયારી જ છે. સરકાર ક્રુડતેલ આયાત ઘટાડવા કોઈ પગલા લેશે નહી પણ તેનો વપરાશ ઘટાડવા ખાસ કરીને સરકારી તંત્ર જે મોટાપાયે પેટ્રોલીયમ પેદાશોનો ઉપયોગ કરે છે તેમાં ઘટાડો કરવા સરકારી કચેરીઓમાં જયાં શકય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમ કે ઘર-ઓફિસમાં કામકાજનું હાઈબ્રીડ મોડેલ અપનાવી શકે છે. હાલ તમામ સરકારી મીટીંગ- સંમેલન મુલત્વી રખાશે અને વિડીયો કોન્ફરન્સથી કામ ચલાવવા જણાવાશે. કઈ બિન આવશ્યક આયાત પર પુરી રીતે પ્રતિબંધ મુકી શકાય છે તેની યાદી વ્યાપાર મંત્રાલય તૈયાર કરી રહ્યું છે. આજ રીતે ખાનગી કંપનીઓ સંસ્થાઓને વર્ક ફ્રોમ હોમ ને તાત્કાલિક સમયમાં મુકવા જણાવાશે. જો કે લીબરાઈઝ રેમીટન્સ સ્કીમ હેઠળ 2.5 લાખ ડોલર સુધી નાના ભારતીયોને વિદેશ પ્રવાસમાં લઈ જવાની છુટ છે તે યથાવત રહેશે.આ જ રીતે રાજય સરકારોને પણ તેની કચેરીઓથી લઈ શાળા વિ.માં વર્ક ફ્રોમ હોમ- લર્ન ફ્રોમ હોમ જેવી સીસ્ટમ કાયમી રીતે સ્થાપવા જણાવાશે. સરકારી સેમીનાર કે બેઠકો વિડીયો કોન્ફરન્સથી યોજાય તથા સરકારી અધિકારીઓ માટે અલગ અલગ કારને બદલે કાર-પુલ બનાવવા જણાવાશે જેથી વધારાના સાહસોનો ઉપયોગ વૈકલ્પિક બનશે. મંત્રીઓ તથા અધિકારીઓના બિનજરૂરી પ્રવાસો ટાળવા પણ સૂચના અપાશે. જો કે તે તમામ લાંબા ગાળે પરિણામ આપી શકે છે.
પેટ્રોલ-ડિઝલ-ગેસની કોઈ અછત નથી: સરકારની વધુ એક વખત સ્પષ્ટતા
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રુડતેલનું આયાત બિલ જે રીતે વધી રહ્યું છે તે સંદર્ભમાં સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ-ડિઝલ કે પેટ્રો પેદાશોની કોઈ અછત નથી પરંતુ જે રીતે ક્રુડતેલના ઉંચા ભાવના કારણે આયાત બિલ વધી રહ્યું છે તે સંદર્ભમાં વડાપ્રધાન શ્રી મોદીએ વપરાશ ઘટાડવા માટે અપીલ કરી છે. પેટ્રોલિયમ વિભાગના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ જણાવ્યું હતું કે સરકાર સામાન્ય લોકોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે તે જોવામાં આવી રહ્યું છે. તેઓએ જણાવ્યું કે દેશમાં ક્રુડતેલનો જથ્થો પુરતા પ્રમાણમાં છે. રિફાઈનરીઓ તેની ક્ષમતા મુજબ કામ કરી રહી છે. રીટેલ-પેટ્રોલ પંપ પર પુરતો જથ્થો છે અને કોઈ બંધ થયા નથી તથા એલપીજી સહિતની ગેસ સપ્લાય પણ યથાવત છે. દેશમાં પીએનજીનો ઉપયોગ કરનારે એલપીજી કનેકશન સરન્ડર કરવાનું શરૂ કર્યુ છે અને કુલ 52000 જેટલા કનેકશન સરક્ધડર થયા છે.
