યુનિવર્સિટીઓ અન્ો પ્રશાસનન્ો ઇંધણ બચાવવા ત્ોમજ ઇલેકટ્રીક વાહનો અન્ો સાયકલનો ઉપયોગ કરવા આચાર્ય દૃેવવ્રતની અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ ૧૦ મે, ૨૦૨૬ના રોજ હૈદૃરાબાદૃમાં સંબોધનમાં ભારતન્ો સશકત બનાવવા માટે ‘આર્થિક આત્મરક્ષાનો મંત્ર આપતા સાત વિશેષ અપીલ કરી હતી. પ્રધાનમંત્રીના આહ્વાનન્ો શિરોધાર્ય કરીન્ો, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દૃેવવ્રતએ આજે લોકભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક મહત્વપ્ાૂર્ણ બ્ોઠખ યોજી હતી અને અનેક પ્રેરણાદૃાયી નિર્ણયો લીધા હતા. આ બ્ોઠકમાં લોકભવનના અગ્ર સચિવ અશોક શર્મા, ગ્ાૃહ નિયામક એ.કે. જોશી, એડીસી શુભમ કુમાર સહિતના અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
રાજ્યપાલ આચાર્ય દૃેવવ્રતએ નિર્ણય લીધો છે કે, જ્યાં સુધી દૃેશમાં પ્ોટ્રોલિયમની સ્થિતિ સામાન્ય નહીં થાય, ત્યાં સુધી રાજ્યની અંદૃરના કોઇપણ કાર્યક્રમ માટે ત્ોઓ હેલિકોપ્ટર અને હવાઇ મુસાફરીનો ઉપયોગ કરશે નહીં. ત્ોના બદૃલે ત્ોઓ રાજ્યમાં પ્રવાસ માટે ટ્રેન, એસ.ટી. બસો અન્ો જાહેર પરિવહનનો ઉપયોગ કરશે. એટલું જ નહીં, રાજ્યપાલ તરીકે પ્રાપ્ત ઝેડ પ્લસ સુરક્ષાના કાફલાન્ો બાજુ પર રાખીન્ો ત્ોમણે કાફલામાં ન્યૂનત્તમ ગાડીઓ રાખવા સ્ાૂચના આપી છે, જેથી ઇંધણની મહત્તમ બચત થઇ શકે.
રાજ્યપાલે રાજ્યની તમામ યુનિ.ઓના કુલપતિઓન્ો નિર્દૃેશ આપ્યા છે કે ત્ોઓ પોતાની યુનિ.ઓમાં સપ્તાહમાં ઓછામાં ઓછો એક દિૃવસ ‘કમ્બસન એન્જિન મુકત દિૃવસ તરીકે ઉજવે. તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પ્ોટ્રોલ-ડીઝલ વાહનોન્ો બદૃલે સાયકલ, ઇલેક્ટ્રિક વાહન અથવા જાહેર પરિવહનન્ો પ્રાથમિકતા આપ્ો. સાથે જ, ત્ોમણે પ્રશાસનના તમામ અધિકારીઓ-કર્મચારીઓન્ો પણ નિર્દૃેશ આપ્યા છે કે, ત્ોઓ સરકારી કામોમાં બિનજરૂરી વાહનોનો ઉપયોગ બંધ કરે અને ઇંધણ બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કે. રાજ્યપાસના આ સંકલ્પનમાં લોકભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સહભાગી બન્યા છે.
રાજ્યપાલએ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી સાત અપીલો પ્ૌકી ઇંધણ બચાવવું, સ્વદૃેશી ઉત્પાદૃનો અપનાવવા, પ્રાકૃતિક ખેતી અપનાવવી અને ખાદ્ય ત્ોલના વપરાશમાં ઘટાડો કરવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ પગલાં માત્ર આર્થિક બચત નથી. પરંતુ રાષ્ટ્રની સુરક્ષા માટે અનિવાર્ય છે.
