રાજકોટ સિવિલથી પરત ગોંડલ લાવતા દમ તોડયો: પ્રશાસનમાં દોડધામ
ગોંડલ સબજેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા 31 વર્ષીય યુવકનું ટૂંકી બીમારી બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે જેલ પ્રશાસન અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ની સબજેલ માં રહેલા કેદી રવિ લાખાભાઈ વિંઝુડા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો. તેની તબિયત વધુ બગડતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. રાજકોટ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને ફરી ગોંડલ લાવવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે.
જેલ સુત્રો અનુસાર જેતપુર નવાગઢ રહેતા રવિને મારામારી નાં ગુન્હા માં બાર દિવસ પહેલા ગોંડલ સબજેલ માં લવાયો હતો.બે ભાઇઓ નાં પરીવાર માં તે નાનો હતો.સંતાન માં એક પુત્ર છે.
પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેદીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.બનાવ અંગે તેના પરિવાર ને જાણ કરવામાં આવતા પરિવાર શોકમગ્ન બન્યો હતો.
