રાજકોટના નવા મેયર-પદાધિકારીના નામનું નાળિયેર કાલે ભરાશે : તા. 18 પછી જાહેર થશે

મોભાદાર મેયરપદ અને મલાઈદાર સ્ટેન્ડિંગ ચેરમેનપદ માટે તલપાપડ ચહેરાઓનું જબરુ લોબિંગ : ગાંધીનગરમાં આજથી પાર્લામેન્ટરી બોર્ડની સંકલન બેઠક, હોદેદારોના નામ થશે ફાઈનલ : તા. 18 પછી મળનાર જનરલ બોર્ડમાં બંધ કવરમાંથી ખુલશે સસ્પેન્સ

રાજકોટ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓી ચુંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે નવા સુકાનીઓ નિયુક્ત કરવાની પ્રક્રિયા આજથી ફરી શરૂ થઈ છે અને ગુરૂવાર સુધીમાં 15 મહાપાલિકાઓ- 33 જીલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ટીમ- ભાજપની જાહેરાત થઈ જશે. અગાઉ ગત સપ્તાહે એક દિવસ ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સોમનાથ-વડોદરાના કાર્યક્રમથી પુર્વ તૈયારીના કારણે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ વ્યસ્ત થતા બેઠક મુલત્વી રખાઈ હતી જે આજે ફરી શરૂ થઈ છે તથા સૌરાષ્ટ્રમાં જામનગર સહિતના મહાપાલિકાજીલ્લ ા પંચાયત પદાધિકારીઓ પર નિર્ણય લેવાશે. ભાજપે ચુંટણીમાં વિજય બાદ પ્રદેશમાંથી નિરીક્ષકો મોકલીને પદાધિકારીઓ માટે ચુંટાયેલા પ્રતિનિધિઓ- શહેર-જીલ્લાની સંકલન તથા પક્ષના સીનીયર પ્રદેશ અગ્રણીઓ જે તે વિસ્તરતા હોય તે ા પણ અભિપ્રાય મેળવાયા હતા અને તે ા આધારે એક રિપોર્ટ તથા પે લ તૈયાર કરી તે પાર્લીયામેન્ટ્રી બોર્ડને સુપ્રત કરી દેવાયા છે. હવે આજથી ફરી શરૂ થયેલી પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર-ડે.મેયર સહિતના પાંચ પદાધિકારીઓ માટે ગુરૂવારે પાર્લીયામેન્ટ્રી બોર્ડ નિર્ણય લેશે. આ દિવસે શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે ે ફરી ગાંધધીનગર બોલાવી તેઓ ો અભિપ્રાય બાદ ધારાસભ્યો-સાંસદને પણ પાર્લીયામેન્ટ્રી બોર્ડ વડા મળશે. ગુરુવારે નિર્ણય બાદ પસંદ થયેલા નામો અંગે મહાપાલિકાની નવા ચુંટાયેલા બોર્ડથી બેઠકમાં સતાવાર જાહેર કરાશે. આ માટે ગાંધીનગરથી સૂચના મળ્યા બાદ મહાપાલિકા બોર્ડ બોલાવાશે. હાલની સ્થિતિ જોતા હવે રાજકોટને નવા મેયર-ડે.મેયર સહિતના પદાધિકારીઓ ચાલુ માસના ત્રીજા સપ્તાહમાં એટલે કે તા.18 મે બાદ મળશે તેવા સંકેત છે. બીજી તરફ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સોમનાથ-વડોદરા પ્રવાસમાંથી હવે પક્ષના નેતાઓ ફ્રી થતા ફરી લોબીંગ શરૂ થયું છે. રાજકોટમાં મેયરનું પદ સામાન્ય વર્ગા ઉમેદવારને મળનાર છે. જેમાં અનેક દાવેદારો છે. પક્ષના સૂત્રોા જણાવ્યા મુજબ સમગ્ર રાજયમાં જે રીતે અનામત રોટેશન છે તથા આગામી વર્ષા અંતે વિધાનસભા ચુંટણીઓ આવી રહી છે તે તમામ ફેકટરને ધ્યાનમાં રાખીને નવા પદાધિકારીની પસંદગી થશે અને તે અઢી વર્ષ માટે હવે રાજકોટમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનું શક્તિશાળી પદ કોે મળે છે તેા પર પણ નજર છે.

હવે કવરમાંથી નામ ખુલ્યા પછી કેટલાના મોઘરા મરડાશે?
આ વખતે નવી બોડીમાં પોણાભાગના નવા નિશાળિયા નગરસેવકો છે. એમ છતાં હોદા માટે તેઓ તલપાપડતો છે જ મુખ્ય પાંચ હોદા અને 15 સમિતિ ગણીને 20 સભ્યોને જ ખુરશી મળવાની છે. સામે 69 સભ્યો વચ્ચે રેસ છે. એવામાં હવે જોવાનું એ રહ્યું કે, જનરલ બોર્ડમાં જ્યારે કવરમાંથી નામ ખુલશે એ પછી કેટલાના મોઘરા મરડાઈ જવાના છે! નારાજગીનું બવંડર કેવુ ઉઠશે?

રિલેટેડ ન્યૂઝ