ગુજરાતભરમાં ’વસ્તી ગણતરી:જનગણના- ૨૦૨૭નો આવતીકાલે તા. ૦૧ જૂન ૨૦૨૬થી શુભારંભ થશે.આ શ્રેણીની ૧૬મી અને આઝાદૃી પછીની ૮મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ ૨૦૧૧માં જનગણના કરવામાં આવી હતી.આ વસ્તી ગણતરી ઝુંબેશમાં તમામ નાગરિકોને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ અનુરોધ કર્યો છે.
હાલ સુધીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત અંદૃાજે ૩.૭૪ લાખથી વધુ મહાનુભાવો-નાગરિકો સ્વ-ગણતરી ઝૂંબ્ોશમાં સહભાગી થયા
વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યભરમાં આવતીકાલે તા.૧ જૂન, ૨૦૨૬ થી ૩૦ જૂન, ૨૦૨૬ દૃરમિયાન ઘર-યાદૃી અને મકાનોની ગણતરી હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં ગણતરીદૃારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ ૩૩ પ્રશ્ર્નો પૂછવામાં આવશે.
જ્યારે બીજા તબક્કામાં તા. ૯ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૭ દૃરમિયાન વસ્તીની ગણતરી અને જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે. આ તબક્કા દૃરમિયાન જ દૃેશભરમાં વસ્તી ગણતરીની સાથે-સાથે જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે.
દૃેશભરમાં ચાલી રહેલી વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ગુજરાતમાં તા.૧૭ મે-૨૦૨૬થી શરૂ થયેલી સ્વ-ગણતરી ઝુંબેશમાં રાજ્યપાલ આચાર્ય દૃેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી મંડળના સભ્યો, મુખ્ય સચિવ સહિત વરિષ્ઠ સચિવોે, જિલ્લા કલેક્ટરો સહિત જાગૃત નાગરિકો સ્વ-ગણતરી અંતર્ગત ફોર્મ ભરીને વસ્તી ગણતરી અભિયાનમાં સહભાગી બન્યા છે.
