દિલ્હીમાં ૬ માળની હોટલના અગ્નિકાંડમાં ૨૧ના મોત

હોટલની આગમાં બાંગ્લાદૃેશ અન્ો આફ્રિદૃી દૃેશોના ૧૭ નાગરિકોએ જીવ ગુમાવ્યો

દિૃલ્હીના માલવીય નગર વિસ્તારમાં બુધવારે સવારે થયેલા ભીષણ હોટલ-રેસ્ટોરન્ટ અગ્નિકાંડે રાજધાનીને હચમચાવી દૃીધી છે. હૌજ રાની વિસ્તારમાં આવેલી ઇમારતમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં આખો પરિસર ધુમાડાની લપેટોથી ભરાઈ ગયો હતો. આ દૃુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૧ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે ૩૭ લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહૃાું છે.
આ અગ્નિકાંડને લઈને હવે કેટલીય ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પ્રાથમિક તપાસ અને સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર હોટલના સંચાલન, ભવન નિર્માણ અને ફાયર સુરક્ષા માપદૃંડોને લઈને ગંભીર સવાલો ઊઠી રહૃાા છે. જાણવા મળી રહૃાું છે કે, આ હોટલનો માલિક લોકેશ બજાજ છે અને આ બિઝનેસમાં તેની સાથે બીજા બે પાર્ટનર પણ જોડાયેલા છે. આ લોકોની દિૃલ્હીમાં બીજી કેટલીય હોટલો અને ગેસ્ટ હાઉસ પણ ચાલે છે. જે ઇમારતમાં આગ લાગી છે, તે ૬ માળની છે અને રહેણાંક વિસ્તારમાં આવેલી છે. રહેણાંક વિસ્તારમાં આટલી મોટી વ્યાવસાયિક ઇમારત ચલાવવાને લઈને પણ સવાલો ઊઠી રહૃાા છે. સૌથી ગંભીર તથ્ય ફાયર સેટીને લઈને સામે આવ્યું છે. દિૃલ્હી ફાયર વિભાગના જણાવ્યા મુજબ આ હોટલને ફાયર સેટી સર્ટિફિકેટ આપવામાં આવ્યું ન હતું. એવામાં એ સવાલ ઊભો થઈ ગયો છે કે માન્ય ફાયર સેટી મંજૂરી વગર હોટલનું સંચાલન કેવી રીતે ચાલુ રહૃાું હતું.
દિૃલ્હી ફાયર સર્વિસને સવારે આશરે ૯:૪૫ વાગ્યે આગ લાગવાની સૂચના મળી હતી, જેના પછી ઘટનાસ્થળે ફાયર રેસ્ક્યુ ટીમો મોકલવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ બચાવ અભિયાન દૃરમિયાન આશરે ૨૧ લોકોને ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા અને તેમને ઝ્રછ્જી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ દૃુ:ખ વ્યક્ત કર્યું છે. અત્યાર સુધીમાં ૩૭ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
ઘટના સમયે હાજર લોકોના જણાવ્યા અનુસાર આગ લાગ્યા પછી હોટલમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાય લોકો ધુમાડામાં ફસાઈ ગયા હતા, જ્યારે કેટલાકે જીવ બચાવવા માટે બારીઓ અને ઉપરના માળથી છલાંગ લગાવી હતી. શરૂઆતી તપાસમાં આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આગની શરૂઆત ગ્રાઉન્ડ લોર પરથી થઈ હતી. જો કે આગ લાગવાનું અસલી કારણ હજી સ્પષ્ટ થઈ શક્યું નથી. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તાધિકારી અને દિૃલ્હી પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આખી બાબતની તપાસ શરૂ કરી દૃેવામાં આવી છે.
એસડીએમ અને ડ્ઢડ્ઢસ્છ અધિકારી જિતેન્દ્ર કુમારે જણાવ્યું કે, ઘટનાની સૂચના મળતા જ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને એલર્ટ કરી દૃેવામાં આવ્યું હતું. તેમણે કહૃાું કે તમામ રાહત એજન્સીઓને તરત જ ઘટનાસ્થળે પહોંચવાના નિર્દૃેશ આપવામાં આવ્યા હતા. આગ એટલી ભયાનક હતી કે બચાવ અભિયાનમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કેટલાય લોકોને બેઝમેન્ટ અને ઉપરના ભાગોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રશાસન હવે એ તપાસ કરી રહૃાું છે કે ઇમારતમાં ફાયર સેટીના પૂરતા પ્રબંધ હતા કે નહીં. આ દૃર્દૃનાક દૃુર્ઘટના પછી એકવાર ફરી દિૃલ્હીની વ્યાવસાયિક ઇમારતોમાં ફાયર સેટીને લઈને ગંભીર સવાલો ઊભા થઈ ગયા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે કેટલીય હોટલ અને રેસ્ટોરન્ટ સુરક્ષા નિયમોની અવગણના કરે છે. હાલમાં પોલીસે ગુનો નોંધી લીધો છે અને મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે. રાજધાનીમાં થયેલી આ મોટી દૃુર્ઘટનાએ આખા વિસ્તારમાં શોક અને દૃહેશતનો માહોલ પેદૃા કરી દૃીધો છે.

હોટેલની મોટી બ્ોદૃરકારી

હોટલમાં ૬ રૂમની મંજૂરી હતી, ૨૪ રૂમ ચલાવાતા હતા

ફાયર એનઓસી પણ નહોતી મેળવી

દિૃલ્હીના માલવીય નગરમાં બુધવારે એક હોટલમાં આગ લાગવાથી ૨૧ લોકોના મોતની ઘટના બાદૃ સામે આવેલી બેદૃરકારીઓ પરથી સ્પષ્ટ થાય છે કે, આ પ્રકારના અકસ્માતને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે બહુમાળી ઇમારતમાં ૬ રૂમવાળા સ્ટે (રહેવા માટેની જગ્યા) ચલાવવાની મંજૂરી મળી હતી, ત્યાં ચાર ગણા વધારે એટલે કે ૨૪ રૂમવાળી હોટલ ચલાવવામાં આવી રહી હતી.
હોટલ એક સાંકડી ગલી/વિસ્તારમાં આવેલી છે.
૨. ફાયર ર્દ્ગંઝ્ર નહોતું :- શરૂઆતી તપાસમાં એ પણ સામે આવ્યું છે કે હોટલ પાસે ફાયર ર્દ્ગંઝ્ર ઉપલબ્ધ નહોતું. આગની ઘટના સામે લડવા માટેની કોઈ વ્યવસ્થા ત્યાં હાજર નહોતી.
૩. એક જ ગેટ, બેઝમેન્ટમાં તાળું :- ૪ માળની આ ઇમારતમાં એન્ટ્રી (પ્રવેશ) અને એક્ઝિટ (બહાર નીકળવા) માટે માત્ર એક જ ગેટ હતો. આ કારણે લોકો સમયસર બહાર નીકળી શક્યા નહીં.

રિલેટેડ ન્યૂઝ