પરફોર્મન્સ કરનાર બાળકો સિલેક્ટ થાય જ છે : હિતેષ ભટ્ટ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સામે ગંભીર આક્ષેપ કરનાર સહદેવસિંહ જાડેજાના આરોપોને પાયાવિહોણા ગણાવતું રૂરલ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ વેલફેર એસોસીએશન જામનગર

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએસનમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિવાદો અને આક્ષેપો થઈ રહ્યા છે. આ સમગ્ર પ્રકરણની તપાસ નિવૃત્ત ન્યાયાધીશ કરી રહ્યા છે. તે સમયે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન પર લગાઈ રહેલા આરોપોને રૂરલ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના જામનગરના પ્રમુખ દ્વારા ફગાવી દેવાયા છે. અને જે ખેલાડી પર્ફોમન્સ કરે છે તેમને રમાડવામાં આવે છે. તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા તમામ સાધનો અને સુવિધાઓ પુરી પાડી ખેલાડીઓને આગળ લાવવામાં તથા કારકીર્દી ઘડવામાં મદદરૂપ થતાં હોવાનો રિપોર્ટ સોંપ્યો છે. તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સામે ગંભીર આક્ષેપો કરનારા સહદેવસિંહથી જામનગર ક્રિકેટ એસોસીએશને છેડો ફાડ્યો છે.
રૂરલ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ વેલફેર એસોસીએશન જામનગરના પ્રમુખ હિતેશ ભટ્ટ દ્વારા લેખિતમાં જણાવવામાં આવ્યું છે કે, અમારી સંસ્થામાં પોતાને મળેલા વચગાળાના હુકમથી સેક્રેટરી તરીકે સહદેવસિંહ ચુડાસમા હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં ચાલી રહેલા વિવાદ બાબતે પોતાની મનસુફીથી અખબારમાં તથા વીડિયો બનાવી અમારી સંસ્થાના અન્ય હોદેદારો તથા ટ્રસ્ટીઓને વિશ્ર્વાસમાં લીધા વીના બયાનબાજી કરી રહ્યા છે અને મીડિયા આ બાબતથી અજાણ છે એટલે અમારા તમામ હોદેદારો તથા ટ્રસ્ટીઓની સહમતી મેળવી આ અખબારી યાદી બહાર પાડેલી છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના વિવાદમાં તપાસકર્તા ન્યાયાધીશને પણ અમારી સંસ્થાના હોદેદારો તથા ટ્રસ્ટીઓની સહમતીથી જવાબ રજૂ કર્યો છે. સહદેવસિંહ ચૂડાસમાએ પોતે એકલા બધુ નક્કી કરી વિશ્ર્વાસમાં લીધા વગર અમારી સંસ્થા વતી બયાનબાજી કરી રહ્યા છે તેની સાથે અમારે કોઈ લેવાદેવા નથી.
આ અંગે રૂરલ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન જામનગરના પ્રમુખ હિતેષ ભટ્ટે જય હિન્દ દૈનિક સાથે કરેલી ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યુ ંહતું કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા અમોનો તમામ પ્રકારનો સપોર્ટ આપવામાં આવે છે. બોલ, નેટ, રોલ, કોચ સહિતની સુવિધા પુરી પાડવામાં આવે છે. સૌરાષ્ટ્ર ક્રિખેટ એસોસીએશને હંમેશા ટેલેન્ટને ઉજાગર કરવામાં આને બાળકોને આગળ વધારવામાં કાર્ય કરી રહ્યું છે. સહદેવસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. અમારી સંસ્થા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને સમર્થન કરી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, દ્વારકાના ક્રિકેટ અને સ્ટેટ લેવલે સારુ પરફોમન્સ કરનાર રૂચિત આહિર આઈપીએલની સીઝનમાં મુંબઈ ઈિન્ડિયન્સના છેલ્લા મેચમાં દેખાયો હતો. આ ઉપરાંત જામનગરના સ્મિત ભટ્ટે તમામ લેવલમાં સારૂ પર્ફોમન્સ કર્યુ છે. અને ગુજરાત ટાઈટન્સની ટીમમાં પ્રેક્ટિસ બોલર તરીકે ફરજ બજાવે છે. તેમ જ જામનગરની ક્રિષા હિરપરા તાજેતરમાં જ ઈન્ડિયાની અંદર-19ની ટીમમાં સિલેક્ટ થઈ છે એટલે જે ખેલાડી પર્ફોમન્સ કરે છે તેને તક મળે છે.

ક્રિકેટરોનું ટેલેન્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લાવવા શ્રી જયદેવભાઈ શાહની નેમ
રૂરલ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ વેલફેર એસો. જામનગરના પ્રમુખ હિતેષ ભટ્ટના જણાવ્યા પ્રમાણે માર્ચ મહિનામાં બેડ ગામમાં ખાનગી ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન બીસીસીઆઈની એપેક્ષ કાઉન્સીલના સભ્ય જયદેવભાઈ શાહ દ્વારા કરાયું હતું. તેમણે ત્યાં ત્રણ કલાક સુધી નવોદીત ક્રિકેટરોની ચર્ચા કરી હતી. તેમજ ગ્રાઉન્ડમાં કોઈ પણ સુવિધાનો અભાવ હોય તો તે સુવિધા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા પુરી પાડવાની ખાતરી આપી હતી. જામનગર, દ્વારકા જિલ્લામાં કે ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ક્રિકેટરોના ટેલેન્ટને બહાર લાવી મજબૂત પ્લેટફોર્મ પુરીપાડી તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવા શ્રી જયદેવભાઈ શાહની નેમ છે.

રિલેટેડ ન્યૂઝ