યુએસ પ્રમુખ ટ્રમ્પને મોટો ઝટકો
જ્યારે વિરોધમાં ૨૦૮ સાંસદૃોએ મતદૃાન કર્યું
પ્રસ્તાવની તરફેણમાં ૨૧૫ વોટ પડ્યા
વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીએ રજુ કરેલા આ પ્રસ્તાવન્ો સત્તાધારી ૪ રિપબ્લિકન સાંસદૃોનું સમર્થન: હવે પ્રસ્તાવન્ો કાયદૃાકીય સ્વરૂપ આપવા ઉપલા ગ્ાૃહ સ્ોન્ોટમાં પસાર કરાવવો પડશે
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જ સંસદૃમાં એક મોટો રાજકીય આંચકો લાગ્યો છે. અમેરિકન સંસદૃના નીચલા ગૃહ ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (પ્રતિનિધિ સભા) એ ઈરાન સામેના યુદ્ધ પર રોક લગાવવા અને ત્યાંથી અમેરિકન સૈનિકોને પાછા બોલાવવા માટેનો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પસાર કરી દૃીધો છે. ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વમાં લાવવામાં આવેલા આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ સંસદૃ (કોંગ્રેસ)ની મંજૂરી વિના ઈરાન વિરુદ્ધ કોઈપણ પ્રકારના સૈન્ય પગલાં લેવાની પ્રમુખની સત્તા પર અંકુશ લગાવવાનો છે.ગૃહમાં ‘વોર પાવર્સ રિઝોલ્યુશન પર જોરદૃાર ટક્કર જોવા મળી હતી. આ પ્રસ્તાવની તરફેણમાં ૨૧૫ વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં ૨૦૮ સાંસદૃોએ મતદૃાન કર્યું હતું. આ વોિંટગની સૌથી ખાસ વાત એ રહી કે ગૃહમાં પ્રમુખ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાસે બહુમતી હોવા છતાં તેઓ આ પ્રસ્તાવને રોકી શક્યા નહીં. રિપબ્લિકન પાર્ટીના જ ૪ સાંસદૃોએ પોતાની પાર્ટીના વલણની વિરુદ્ધ જઈને ડેમોક્રેટ્સના પક્ષમાં વોટ આપ્યો હતો. અગાઉ આ પ્રસ્તાવ ત્રણ વાર નિષ્ફળ ગયો હતો, પરંતુ આ વખતે તે પાસ થવામાં સફળ રહૃાો છે.ડેમોક્રેટ્સનો આરોપ છે કે પ્રમુખ ટ્રમ્પે સંસદૃની પૂર્વ પરવાનગી વિના ઈઝરાયેલ સાથે મળીને ઈરાન પર હુમલો કર્યો છે, જે અમેરિકન બંધારણનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. ‘વોર પાવર્સ એક્ટ અનુસાર, પ્રમુખએ સૈન્ય કાર્યવાહીના ૬૦ દિૃવસની અંદૃર સંસદૃની મંજૂરી લેવી અનિવાર્ય હોય છે, જેની સમયમર્યાદૃા સમાપ્ત થઈ ચૂકી છે. ડેમોક્રેટ્સે જણાવ્યું કે, આ પ્રસ્તાવ અમેરિકન જનતા તરફથી ટ્રમ્પને સ્પષ્ટ સંદૃેશ છે કે ઈરાનમાં તેમનું ગેરકાયદૃેસર યુદ્ધ હવે બંધ થવું જોઈએ. જોકે, ટ્રમ્પ પ્રશાસનનો દૃાવો છે કે યુદ્ધ પહેલા જ ખતમ થઈ ચૂક્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે બંને તરફથી હજુ પણ ગોળીબાર અને હુમલા ચાલુ છે.રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પસાર થયેલો આ પ્રસ્તાવ હાલ પૂરતો મોટાભાગે પ્રતિકાત્મક છે. આ પ્રસ્તાવને કાયદૃાકીય સ્વરૂપ આપવા માટે હવે તેને અમેરિકન સંસદૃના ઉપલા ગૃહ એટલે કે ‘સીનેટમાંથી પણ પસાર કરાવવો પડશે. સીનેટ આ સપ્તાહે આ પ્રસ્તાવ પસાર કરી શકે છે. પરંતુ, જો આ પ્રસ્તાવ સીનેટમાંથી પાસ થઈને પ્રમુખ પાસે જશે, તો ટ્રમ્પ પોતાના વિશેષાધિકાર એટલે કે ‘વીટો પાવરનો ઉપયોગ કરીને તેને ફગાવી શકે છે. પ્રમુખના વીટોને નિષ્ક્રિય કરવા માટે સંસદૃના બંને ગૃહોમાં બે-તૃતીયાંશ (૨/૩) બહુમતીની જરૂર પડે છે, જે ડેમોક્રેટ્સ માટે મેળવવી અત્યંત મુશ્કેલ છે.ભલે આ પ્રસ્તાવ કાનૂની રીતે ટ્રમ્પને તત્કાલ ન રોકી શકે, પરંતુ રાજકીય રીતે આ ટ્રમ્પ માટે મોટો ફટકો છે.
