વડાપ્રધાન રાષ્ટ્રનિર્માણના 12 વર્ષ સુવર્ણ અક્ષરે લખાશે : જિલ્લા ભાજપ

દેશના વિકાસમાં 12 વર્ષ મહત્વપૂર્ણ ગણાવતા ઢોલરીયા-માકડીયા

દેશના રાજકીય ઇતિહાસમાં સૌથી લાંબો સતત કાર્યકાળ ધરાવતા બિન કોંગ્રેસી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ એક ઐતિહાસિક કીર્તિમાન સ્થાપ્યું છે ગરીબ કલ્યાણ, સુશાસન, સાંસ્કૃતિક પુનજાગરણ અને આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સંકલ્પ સાથે છેલ્લા 12 વર્ષમાં દેશને નવી દિશા અને નવી ગતિ આપનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અને ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા તથા જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડીયા એ તેમને શુભેચ્છાઓ પાઠવતા જણાવેલ કે છેલ્લા 12 વર્ષમાં મોદીના નેતૃત્વ વાળી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા અમલમાં મુકાયેલી જન કલ્યાણકારી યોજનાઓ એ દેશના વિકાસનો નવો અધ્યાય રચ્યો છે. સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે વડાપ્રધાને અંત્યોદયના વિચારને વાસ્તવિકતા બનાવી સમાજના અંતિમ છેવાડે રહેલા વ્યક્તિ સુધી વિકાસના લાભો પહોંચાડ્યા છે. રેલવે વિદ્યુતકરણ ગેસ પાઇપલાઇન વીજ ઉત્પાદન સોલાર ઉર્જા અને ઈલેક્ટ્રીક વાહન ચાર્જિંગ ઇનફાસ્ટ્રક્ચરમાં પણ ભારતે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ સેમિક્ધડક્ટર ક્ષેત્ર અને સરક્ષણ નિકાસમાં દેશે નવા કીર્તિમાનો સ્થાપ્યા છે તેવું અંતમાં જણાવેલ હતું.

રિલેટેડ ન્યૂઝ