રાજ્યસભાના 226 સાંસદોની સંપત્તિ 26047 કરોડ:31 અબજપતિ

એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના રિપોર્ટમાં ખુલાસો

સાંસદોની સરેરાશ સંપતિ 115.25 કરોડ: માત્ર ચારની મિલ્કતો 20 લાખથી ઓછી:226માંથી 69 સામે અપરાધિક કેસ તેમાંથી 36 સામે ગંભીર ગુના

જયા બચ્ચન પાસે 1578 કરોડની સંપતિ
બોલીવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના પત્ની અને સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન પાસે 1578 કરોડની સંપત્તિ અને 149 કરોડનું દેણું હોવાનું જાહેર થયું છે.

દેશમાં ગરીબી દુર કરવાના વર્ષો-દાયકાઓથી સરકાર દ્વારા થતાં દાવા સફળ થતાં ન હોવા છતાં રાજકીય નેતાઓ તો માલમાલ જ હોય તેમ રાજ્યસભાના 226 સાંસદોની કુલ સંપત્તિ 26047 કરોેડ હોવાનું જાહેર થયું છે તેમાંથી 31 સાંસદો અબજોપતિ છે. માત્ર ચાર જ સાંસદો અબજોપતિ છે. માત્ર ચાર જ સાંસદો આર્થિક રીતે નબળા છે અને સંપત્તિ 20 લાખથી ઓછી છે. સાંસદોની સરેરાશ સંપત્તિ 115.25 કરોડ થવા જાય છે.
એસોસીએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મના રીપોર્ટ મુજબ રાજ્યસભાના 226 સાંસદોની કુલ સંપત્તિ 260.47 કરોડ છે. ગુનાખોરીની વાત કરવામાં આવે તો 226માંથી 69 (31 ટકા) સામે અપરાધિક કેસો છે તેમાંથી 36 સામેના ગુનાહિત કેસ ગંભીર છે. પાંચ વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઇ હોય તેવા ગુના-કેસનો ગંભીર શ્રેણીમાં ગણાય છે. રાજ્યસભાના એક સભ્ય પર હત્યા અને ચાર સામે હત્યાની કોશિશ તથા અન્ય ચાર સામે મહિલા અત્યાચારના કેસ છે. ભાજપના 107માંથી 28, કોંગ્રેસના 29માંથી 12, તૃણમુલના 9માંથી 2, ડીએમકેના 8માંથી 2, સમાજવાદી પાર્ટીના 4માંથી 2, ટીડીપીના 4માંથી 3, બીઆરએસ તથા માર્કસવાદી પાર્ટીના તમામ 3, રાષ્ટ્રીય જનતા દળના 3માંથી 2, અન્નાદ્રમુકના 4માંથી 1, એનસીપીના 4માંથી 1 તથા આમ આદમી પાર્ટીના 3માંથી 1 સભ્ય સામે અપરાધિક કેસ છે. ભાજપના 14, કોંગ્રેસના 8, તૃણમુલના 2, ડીએમકેના 1, સપાના 1, ટીડીપી, બીઆરએસ-એનસીપી-આપના 1-1 તથા માર્કસવાદી પક્ષના બે સભ્યો સામેના કેસ ગંભીર શ્રેણીના છે.સંપત્તિ પર નજર કરવામાં આવે તો 226માંથી 100 સાંસદો પાસે 10 કરોડથી વધુની સંપત્તિ છે. 41 પાસે 5 થી 10 કરોડ, 66 પાસે 1 થી 5 કરોડ, 15 પાસે 20 કરોડ, 66 પાસે 1 થી 5 કરોડ, 15 પાસે 20 લાખથી એક કરોડની સંપત્તિ છે. માત્ર ચાર પાસે સંપત્તિ 20 લાખથી પણ ઓછી છે.
226માંથી 31 સાંસદો અબજોપતિ છે તેમાં ભાજપના સાત, કોંગ્રેસના 50, વાયએસઆર ટીડીપી-બીઆરએસ તથા એનસીપીના બે-બે સાંસદો છે. આ સભ્યો પાસે 100 કરોડથી વધુની સંપત્તિ છે. તેલંગાણાના 7માંથી 4 સાંસદો અબજોપતિ છે. સાતેય સાંસદોની કુલ સંપત્તિ 8310 કરોડ છે. બીઆરએસના સાંસદ ડો. બંદી પાર્થ સરાધી 5300 કરોડથી સંપત્તિ સાથે સૌથી ધનવાન છે. પંજાબના ભાજપના સાંસદ રાજીન્દર ગુપ્તા 5053 કરોડની સંપત્તિ સાથે બીજા નંબરે છે.


રિલેટેડ ન્યૂઝ