સાયલાના અડાળા ગામમાં તરતા શિખવા કુવામાં પડેલા યુવાનનું મોત

બનાવથીપરિવારજનો અને ગામમાં શોકનો માહોલ છવાયો

સાયલા તાલુકાના અડાળા ગામે યુવાનનું પાણી ભરેલા કુવામાં પડી જવાથી મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ જયરાજભાઈ વિરમભાઈ ભરવાડ તરીકે થઈ છે.ઘટનાની જાણ થતાં ચોટીલા ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અંદાજે 40 ફૂટ પાણી ભરેલા કુવામાંથી યુવાનને બહાર કાઢવા માટે ફાયર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ચોટીલા ફાયર ફાઈટર ટીમના ગભરૂભાઈ, સુરેશભાઈ શેખ અને મનસુખભાઈ પરમારે સંયુક્ત રીતે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. યુવાનને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.સાયલા તાલુકાના અડાળા ગામના તળાવ માં આવેલી વાડીના 30 ફૂટ ઊંડા કૂવામાં જયરાજ ઉર્ફે કાનો વિરમભાઇ મિત્રો સાથે તરવાનું શીખવા પાણીમાં ઉતર્યો હતો પરંતુ તરતા નહીં આવડતું હોવાથી અંદર ડૂબી ગયેલો જોતા સાથે રહેલ મિત્ર દ્વારા તુરત તેના પરિવાર તથા ગામમાં જાણ કરી હતી.
બે ભાઈ બે બહેનો માં મોટા દીકરાનું અકાળે મૃત્યુ થતા પરિવાર સાથે સમગ્ર ગામમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો જ્યારે ધજાળા પોલીસ દ્વારા આ મામલે મૃતકના સગાના નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રિલેટેડ ન્યૂઝ