ભારત્ો ઇરાનના નાયબ રાજદૃૂતન્ો બોલાવી આકરો વિરોધ નોંધાવ્યો
હુમલાના કારણે બંન્ો જહાજોમાં આગ લાગી: ૬ ભારતીય અન્ો બ્ો યુક્રેનિયન નાવિકો ઘાયલ
યમનના સના એરપોર્ટ પાસ્ો હુમલાન્ો લઇન્ો હુતી અન્ો સાઉદૃી સમર્થિક સરકારના વિરોધાભાસી દૃાવા
હોર્મુઝ સ્ટ્રેટમાં યુએઇના બ્ો જહાજો પર ઇરાનના હુમલા બાદૃ અમેરિકાએ ઇરાનના કિશ ટાપુ સહિત અન્ય વિસ્તારોમાં ભીષણ હવાઇ હુમલા કરતાં ઇરાનની ગ્ોસ ઓઇલ ફેસિલિટીઝમાં કચ્ચરઘાણ વળી ગયો હતો. કિશ ટાપુ પર હુમલાનું નિશાન બન્ોલા સ્થળેથી ધુમાડો નિકળી રહૃાો છે.
સંયુક્ત આરબ અમીરાત ના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે હોર્મુઝમાં યુએઈનો ધ્વજ ધરાવતા બે ટેન્કરો પર ઈરાની ક્રઝ મિસાઈલો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ક્રના એક ભારતીય સભ્યનું મોત નીપજ્યું છે. આ હુમલામાં અન્ય આઠ સભ્યો ઘાયલ પણ થયા છે, જેમાંથી ચારની હાલત ગંભીર છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદૃનમાં મંત્રાલયે જણાવ્યું કે ઓમાનના જળક્ષેત્રમાં હોર્મુઝની સામુદ્રધુની ના દૃક્ષિણી લેનમાં ‘મોમ્બાસા અને ‘બાહિયા નામના ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘાયલોમાં છ ભારતીય નાગરિકો અને બે યુક્રેનિયન નાગરિકો સામેલ છે. નિવેદૃનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલાના પરિણામે ટેન્કર ‘મોમ્બાસાના ક્રના એક ભારતીય સભ્યએ જીવ ગુમાવ્યો છે અને અન્ય ૮ લોકો ઘાયલ થયા છે. તેમાંથી ૪ લોકોને ગંભીર ઇજાઓ થઇ છે, જેમાં ઘાયલોમાં ૬ ભારતીય નાગરિકો અને ૨ યુક્રેનિયન નાગરિકો છે.સંરક્ષણ મંત્રાલયે એ પણ માહિતી આપી હતી કે મિસાઇલ હુમલાના કારણે બંને જહાજોમાં આગ લાગી ગઈ હતી, પરંતુ બાદૃમાં તેના પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવાયો હતો.યુએઈએ આ હુમલાની કડક શબ્દૃોમાં િંનદૃા કરી છે. આને ગંભીર ઉલ્લંઘન અને આંતરરાષ્ટ્રીય કાયદૃાનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવીને ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા માટે ખતરો ગણાવ્યો છે.યુએઈ સરકારે સ્પષ્ટ કર્યું છે રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તમામ જરૂરી પગલાં લેશે. સંરક્ષણ મંત્રાલયે પણ જણાવ્યું કે તેના સશસ્ત્ર દૃળો હાઈ એલર્ટ પર છે જોખમનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.યુએઈની આ જાહેરાત ઈરાનના એ દૃાવા પછી સામે આવી છે, જેમાં તેણે કહૃાું હતું કે તેના રિવોલ્યુશનરી ગાર્ડ્સે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા બે જહાજો પર ચેતવણીરૂપ ફાયિંરગ કર્યું હતું.
દૃરમિયાન ભારતના વિદૃેશ મત્રાલયે ઇરાનના દિૃલ્હી સ્થિત નાયબ રાજદૃૂતન્ો બોલાવીન્ો આ પ્રકારના હુમલા સામે સખ્ત વિરોધ નોંધાવ્યો હતો.
દૃરમિયાન મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. યમનની રાજધાની સનાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક મિસાઈલ હુમલાના દૃાવાઓ બાદૃ સમગ્ર વિસ્તારમાં િંચતા વધી છે. સ્થાનિક અહેવાલો અનુસાર, ઈરાનથી આવતું એક મુસાફર વિમાન સના એરપોર્ટ પર ઉતરવાની તૈયારીમાં હતું ત્યારે એરપોર્ટના રનવેને નિશાન બનાવી હુમલો થયો હોવાનો દૃાવો કરવામાં આવ્યો છે.
જોકે, આ ઘટનાની સ્વતંત્ર અને સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
હુમલા બાદૃ એરપોર્ટ પર ધડાકા સંભળાયા હતા અને રનવે વિસ્તારમાં ધુમાડો જોવા મળ્યો હતો. સુરક્ષા કારણોસર એરપોર્ટ પર વિમાનોની અવરજવર થોડા સમય માટે અસરગ્રસ્ત થઈ હતી.
