સરકારનો સ્વીકાર :૫ ટકા સુધી ઘટી શકે છે માઈલેજ

E20 પેટ્રોલ પર્યાવરણ માટે સારો વિકલ્પ : સરકાર

આજકાલ દૃેશમાં ઈ૨૦ પેટ્રોલ વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. સરકારનો દૃાવો છે કે ઈ૨૦ પેટ્રોલ પર્યાવરણ માટે સારો વિકલ્પ છે અને તેનાથી વાહનના પરફોર્મ પર કોઈ મોટી નકારાત્મક અસર નહીં પડે. જોકે, કેટલાક કિસ્સાઓમાં માઇલેજમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે.સરકારના મતે, ઈ૨૦ પેટ્રોલનો ઉપયોગ કરવાથી એન્જિનની લાઈફ પર કોઈ પ્રતિકૂળ અસર થશે નહીં. આ પેટ્રોલ સંપૂર્ણપણે સલામત છે, ખાસ કરીને ઈ૨૦ ઇંધણ માટે રચાયેલ વાહનોમાં. કંપનીઓ હવે નવી કાર અને બાઇક લોન્ચ કરી રહી છે જે ઈ૨૦ સુસંગત છે, જે એન્જિન અને ઇંધણ સિસ્ટમ લાંબા સમય સુધી શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે તેની ખાતરી કરે છે.

રિલેટેડ ન્યૂઝ