દૃાળ-શાકભાજી બધુ જ મોંઘુ
જૂન ૨૦૨૬માં દૃેશનો છૂટક ફુગાવાનો દૃર વધ્યો. ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત વાર્ષિક છૂટક ફુગાવાનો દૃર જૂન ૨૦૨૬માં ૪.૩૮% રહૃાો, જે મે ૨૦૨૬માં ૩.૯૩% હતો.
આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, ખાદ્ય ફુગાવાનો દૃરમાં પણ ઉછાળો જોવા મળ્યો. જૂન ૨૦૨૬માં ખાદ્ય ફુગાવો ૫.૩૨% નોંધાયો હતો, જે મે મહિનામાં ૪.૭૮% હતો. શાકભાજી, ખાસ કરીને આદૃુ અને ટામેટાંના ભાવમાં તીવ્ર વધારાથી સામાન્ય માણસના રસોડાના બજેટ પર અસર પડી છે. અહેવાલ મુજબ, શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવાની અસર વધુ રહી છે. જૂન ૨૦૨૬માં, ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવાનો દૃર ૪.૭૪% હતો, જ્યારે શહેરી વિસ્તારોમાં તે ૩.૯૨% હતો. માહિતી અનુસાર, દૃેશના મોટા રાજ્યો (૫૦ લાખથી વધુ વસ્તી ધરાવતા) માં, તેલંગાણામાં સૌથી વધુ ૬.૩૬% ફુગાવાનો દૃર નોંધાયો હતો, ત્યારબાદૃ આંધ્રપ્રદૃેશ (૫.૩૯%) અને તમિલનાડુ (૫.૨૪%) આવે છે.
