ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ મહિલા ક્રિકેટ માટે ઐતિહાસિક હશે
પ્રથમ પુરુષોની ટેસ્ટ ૧૮૭૭માં રમાઈ હતી, જ્યારે પ્રથમ મહિલા ટેસ્ટ મેચ ૧૯૩૪માં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ ૧૮૮૪માં લોર્ડ્સમાં રમાઈ હતી. તે મેચને ૧૪૨ વર્ષ થઈ ગયા છે. આ પછી પણ લોર્ડ્સમાં કોઈ મહિલા ટેસ્ટ મેચ રમાઈ નથી. ૧૯૭૬માં અહીં પહેલી મહિલા આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. પરંતુ આજ સુધી લોર્ડ્સમાં કોઈ મહિલા ટેસ્ટ મેચ રમાઈ નથી. ૧૦ જુલાઈ, શુક્રવારના રોજ ઈતિહાસ બદૃલાશે. ભારતીય મહિલા ટીમ અહીં મહિલા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો સામનો કરશે.
ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે તેના હોમ ગ્રાઉન્ડ પર ૫૫ ટેસ્ટ મેચ રમી છે. આ મેચ ૧૯ અલગ-અલગ મેદૃાનો પર રમાઈ છે, પરંતુ લોર્ડ્સે હજુ સુધી એક પણ મેચનું આયોજન કર્યું નથી. લોર્ડ્સ ઈંગ્લેન્ડનું ૨૦મું મહિલા ટેસ્ટ સ્થળ હશે. લોર્ડ્સને ક્રિકેટના મક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મેચ મહિલા ક્રિકેટ માટે ઐતિહાસિક હશે.
૨૦૦ થી વધુ વર્ષોથી, મેરીલેબોન ક્રિકેટ ક્લબ અને તેના પ્રખ્યાત લોર્ડ્સ પેવેલિયનમાં મહિલાઓને પ્રવેશવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ હતો. આ પ્રતિબંધ આખરે સપ્ટેમ્બર ૧૯૯૮ માં ઉઠાવી લેવામાં આવ્યો. માર્ચ ૧૯૯૯ સુધીમાં, ક્લબે પરંપરા તોડી અને મહિલા માનદૃ સભ્યોના પ્રથમ જૂથને ’લોંગ રૂમ’ માં પ્રવેશવાની મંજૂરી આપી. હવે, ૨૭ વર્ષ પછી, અહીં મહિલા ટેસ્ટ મેચ રમવાનું નક્કી થયું છે.
પુરુષો અને મહિલા ટેસ્ટ ક્રિકેટમાં પણ તફાવત છે. મહિલા ટેસ્ટ મેચ પાંચને બદૃલે ચાર દિૃવસમાં રમાય છે. પુરુષોની ટેસ્ટમાં, દૃરરોજ ૯૦ ઓવર ફેંકવામાં આવે છે. મહિલા ટેસ્ટમાં, દૃરરોજ ઓછામાં ઓછી ૧૦૦ ઓવર ફેંકવી આવશ્યક છે, જ્યારે ફોલો-ઓન લક્ષ્ય ૨૦૦ ને બદૃલે ૧૫૦ રન છે. અત્યાર સુધી માત્ર બે મહિલા પાંચ દિૃવસની ટેસ્ટ મેચ રમાઈ છે. સૌથી તાજેતરનો ટેસ્ટ ૨૦૨૩ માં ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલ મહિલા એશિઝ ટેસ્ટ હતો. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે અત્યાર સુધીમાં ૧૫ મહિલા ટેસ્ટ મેચ રમાઈ છે. ભારતે ત્રણ જીતી છે, જ્યારે ઇંગ્લેન્ડે ફક્ત એક જ જીતી છે. અગિયાર મેચ ડ્રો રહી છે. ઇંગ્લેન્ડે હજુ સુધી ઘરઆંગણે ભારતને હરાવ્યું નથી. રમાયેલી નવ મેચમાંથી, ભારતે બે જીતી છે અને સાત ડ્રો રહી છે. ૨૦૨૩ માં રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચમાં, ભારતે ઇંગ્લેન્ડને ૩૪૭ રનથી હરાવ્યું હતું.
