નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે વસીયત (વિલ)ની કાયદેસર માન્યતા પર મહત્વનો નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે માત્ર સાક્ષીના નિવેદન કે વસીયતના રજિસ્ટ્રેશનથી તેની સચ્ચાઇ સાબિત નથી થઇ જતી. જો વસીયતના અમલની આસપાસ શંકાસ્પદ પરિસ્થિતિઓ હોય તો વસીયત રજૂ કરનાર વ્યક્તિ (પ્રોપાઉન્ડર)ની જવાબદારી છે કે તે બધી શંકાઓ દૂર કરે અને અદાલતને ભરોસો આપે કે આ વસીયતકર્તાની સ્વતંત્ર અને અંતિમ ઇચ્છા અનુસાર બનાવાઇ હતી. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ કે.વી. વિશ્ર્વનાથનની બેન્ચે હિમાચલ પ્રદેશ હાઇકોર્ટનો ફેંસલો પલટીને વર્ષ 1974ની એક રજિસ્ટર્ડ વસીયતના આધારે કરવામાં આવેલ. સંપત્તિ હસ્તાંતરણને રદ કરી દીધું હતું. મામલો એક ખેડૂતની વસીયત સાથે જોડાયેેલો હતો, જે દસ્તાવેજો પર માત્ર અંગુઠો લગાડતો હતો. સુપ્રિમ કોર્ટે જાણ્યું કે વસીયતના અમલ સાથે જોડાયેલ ગંભીર અને ઉચિત શંકાઓનો પ્રતિવાદી સંતોષકારક જવાબ નથી આપી શક્યા. હાઇકોર્ટે પહેલા માન્યું હતું કે જ્યારે વસીયતનું વેરિફિકેશન કરનાર સાક્ષીએ તેના અમલની પુષ્ટિ કરી દીધી અને દસ્તાવેજ પણ રજિસ્ટર્ડ પણ છે.
રિલેટેડ ન્યૂઝ
-
દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન પાટા પર દોડવા તૈયાર પીએમ મોદી ટ્રેનને લીલીઝંડી દેખાડશે: કલાકના 75 કિલોમીટરની ઝડપે દોડશે
ડીએમયુ અને ઈએમયુની જેમ બનાવવામાં આવેલી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન (એચએમયુ) સોનીપતથી જીંદ વચ્ચે પોતાની પહેલી... -
આતંકી અડ્ડાઓ પર ધમાકા દૃુનિયાએ સાંભળ્યા ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો: નરેન્દ્ર મોદૃીનો કડક સંદૃેશ
મોદૃીએ કહૃાું, ‘છેલ્લા ૧૨ વર્ષમાં આ મારી ત્રીજી મુલાકાત છે, આનો અર્થ એ છે કે આપણે... -
સુરક્ષાના નામે પુસ્તકોની થતી ઉપેક્ષા
દૃુર્લભ પુસ્તકો, ગ્રંથો અન્ો સાહિત્ય દૃેશની અમૂલ્ય વિરાસત છે ત્ોની યોગ્ય રીત્ો જાળવણી કરવી જોઇએ કોઇપણ...
